ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ જિલ્લામાં ધુળેટીના તહેવારની ઉજવણીથી લોકો રહ્યાં દૂર - Junagadh News

કોરોના સંક્રમણને કારણે આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં ધુળેટીની ઉજવણીથી લોકો દૂર રહ્યાં હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં આ વર્ષે ધુળેટીની ઉજવણી થતી જોવા મળી ન હતી, જે વિસ્તારમાં ગત વર્ષે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ધુળેટી ઉજવી હતી, તે તમામ વિસ્તારમાં આ વર્ષે કોઈ પણ લોકો ધુળેટીની ઉજવણી કરતાં જોવા મળ્યાં ન હતા.

જૂનાગઢ જિલ્લામાં ધુળેટીના તહેવારની ઉજવણીથી લોકો રહ્યા દૂર
જૂનાગઢ જિલ્લામાં ધુળેટીના તહેવારની ઉજવણીથી લોકો રહ્યા દૂર

By

Published : Mar 29, 2021, 4:02 PM IST

  • જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધુળેટીની ઉજવણીથી લોકો દૂર રહ્યાં
  • કોરોના સંક્રમણને કારણે આ વર્ષે કેટલીય જગ્યાએ ધુળેટીની ઉજવણી થઈ ન હતી
  • સરકારે સાર્વજનિક અને એક સાથે ધુળેટીની ઉજવણી કરવા પર લગાવ્યો છે પ્રતિબંધ

જૂનાગઢઃ સમગ્ર દેશમાં હોળી અને ધુળેટીની ઉજવણી ધામધુમપૂર્વક થઈ હતી, જોકે, કોરોના સંક્રમણને કારણે આ વર્ષે કેટલીય જગ્યાએ ધુળેટીની ઉજવણી થઈ ન હતી. જૂનાગઢ જિલ્લામાં પણ ધુળેટીની ઉજવણીથી લોકો દૂર રહ્યાં હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં આ વર્ષે ધુળેટીની ઉજવણી થતી જોવા મળી ન હતી.

જૂનાગઢ જિલ્લામાં ધુળેટીના તહેવારની ઉજવણીથી લોકો રહ્યા દૂર

આ પણ વાંચોઃ ભુજ શહેરમાં ધુળેટીની ઉજવણી અંગે ETV Bharatનું રિયાલિટી ચેક

ધુળેટીની ઉજવણીથી લોકો સ્વયંભૂ દૂર રહ્યાં

કોરોના સંક્રમણને કારણે આ વર્ષે સરકાર દ્વારા ધુળેટીની સાર્વજનિક અને એક સાથે ઉજવણી કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો, જેને લઇને આજે સોમવારે જૂનાગઢમાં ધુળેટીની ઉજવણી બિલકુલ નહિવત થતી જોવા મળી હતી. જે વિસ્તારમાં ગત વર્ષે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ધુળેટીની ઉજવણી કરી હતી, તે વિસ્તારમાં આ વર્ષે એક પણ વ્યક્તિ ધુળેટીની ઉજવણી કરવા માટે બહાર આવતો જોવા મળ્યો ન હતો. કોરોના સંક્રમણને કારણે જે પ્રકારે જૂનાગઢના લોકોએ સ્વયમ શિસ્ત દાખવીને ધુળેટીની ઉજવણી કરવાથી દૂર રહ્યાં છે, તેને લઈને આ વખતે જૂનાગઢના માર્ગો બિલકુલ સૂમસામ જોવા મળ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details