જૂનાગઢ: હાલ કોરોનાને લઈ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. તેવા માહોલમાં લોકોને ભોજન જેવી વ્યવસ્થાની કોઈ કમી ન પડે તે માટે જૂનાગઢમાં ઠેર ઠેર માનવતા મહેકતી જોવા મળી રહી છે. શહેરમાં ગરીબ પરિવારો માટે વિનામૂલ્યે જનતા તાવડાઓ શરૂ કરી થઈ રહી છે.
કોરોના વાઈરસના પગલે જૂનાગઢમાં ઠેર ઠેર શરૂ થઈ રહ્યા છે ગરીબો માટે તાવડાઓ - junagadh
કોરોના વાઈરસના વધી રહેલા વ્યાપ અને ખતરાને પગલે જૂનાગઢમાં માનવતા મહેકી રહી છે. ગરીબ પરિવારો માટે વિનામૂલ્યે ભોજન પ્રસાદના તાવડા શરૂ થઇ ગયા છે.
![કોરોના વાઈરસના પગલે જૂનાગઢમાં ઠેર ઠેર શરૂ થઈ રહ્યા છે ગરીબો માટે તાવડાઓ junagadh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6585096-1004-6585096-1585479596291.jpg)
juagadh
કોરોના વાઈરસના પગલે જૂનાગઢમાં ઠેર ઠેર શરૂ થઈ રહ્યા છે ગરીબો માટે તાવડાઓ
સંસ્થા દ્વારા ફુડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને ગરીબ અને મજૂર વર્ગના ઘર સુધી પહોંચીને આ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે. સંકટના આ સમયમાં લોકોને જઠરાગ્નિને ઠારવાનો પ્રયાસ કરી અને માનવ સેવા કરતા નજરે પડી રહ્યા છે. શંકટના સમયમાં જૂનાગઢ શહેરમાં હજારોની સંખ્યામાં જનતા તાવડાઓ મૂકી લોકોને ભોજન પૂરું પાડી રહી છે.