- આજે સમગ્ર વિશ્વમાં બચત દિવસની ઉજવણી
- કોરોના એક શિક્ષક તરીકે સામે આવ્યો
- કોરોનાએ સમગ્ર વિશ્વના લોકોએ બચતનું મહત્વ સમજ્યું
જૂનાગઢ: આજે સમગ્ર વિશ્વમાં બચત દિવસ (World Savings Day) ની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમણ (Corona period) જેવા સંકટ ભર્યા સમયમાં વિશ્વના તમામ દેશો કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યા હતા. આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે એક માત્ર બચત જ વિશ્વની મદદે આવી અને જાણે- અજાણે કે પછી ઇરાદાપૂર્વક કરવામાં આવેલી બચત કોરોના સંક્રમણ કાળમાં સંકટ મોચનની ભૂમિકામાં જોવા મળી. સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા હોય કે પછી કોઈ એક મધ્યમ વર્ગી પરિવારનું ઘર આ બન્નેનું અર્થતંત્ર કોરોના જેવા સંકટ ભર્યા સમયમાં બચતે (savings) ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો અને આજે સંકટ ભર્યા સમયમાંથી બહાર નીકળીને ફરી એક વખત મજબૂત અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છે.
આ પણ વાંચો: યોગ્ય ખોરાક Depression થી મુક્ત થવામાં મદદ કરી શકે છે: નિષ્ણાતો
કોરોના સમયગાળો બચત માટે એક શિક્ષક તરીકે સદાય યાદ રહેશે
કોરોના સંક્રમણ કાળ (Corona period) માં મધ્યમ વર્ગીય પરિવારોની અર્થવ્યવસ્થા ખૂબ જ ડામાડોળ થતી જોવા મળી હતી. આવી પરિસ્થિતિમાં આપણી બચત વ્યવસ્થાએ મધ્યમ વર્ગીય પરિવારને ખૂબ જ મદદ કરી છે. ઘરની મહિલા હોય કે પછી વયોવૃદ્ધ માતા-પિતા તેમની બુદ્ધિ શક્તિથી કરવામાં આવેલી બચત કોરોના જેવા સંકટ ભર્યા સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હતી. કોરોના કાળમાં ઘરની મહિલાઓ અને વયોવૃદ્ધ માતા-પિતાની સાથે સમજદાર વ્યક્તિએ પોતાના ખર્ચ પર કાબુ કરીને તેને બચતના રૂપમાં પરિવર્તિત કરી મહામારીના સમયમાં પોતાના પરિવારનું અર્થતંત્ર ડામાડોળ ન થાય તે માટે બચતમાંથી પોતાના ઘરનું અને પરિવારનું સંચાલન અને ભરણપોષણ કરીને સંકટ ભર્યા સમયમાંથી બચતના માધ્યમથી હેમખેમ બહાર નીકળવામાં સફળતા મેળવી છે.