- સરકાર ટેકાના ભાવે મગફળીની કરશે ખરીદી
- ખુલ્લી બજારમાં ખેડૂતોને વધુ ભાવ મળી રહ્યા છે
- 26 ઓક્ટોબરે ટેકાના ભાવે મગફ
જૂનાગઢઃ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટેકાના ભાવ કરતા જાહેર હરાજીમાં પ્રતિ 20 કિલો મગફળીના નીચામાં 700 અને ઊંચામાં 1090 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. આગામી 26 ઓક્ટોબરે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી થવા જઈ રહી છે, ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સરકારે જાહેર કરેલા ભાવ કરતાં ઊંચા ભાવે મગફળીની ખરીદી થઇ રહી છે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની બંપર આવક
જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચોમાસુ પાક તરીકે મગફળીની પુષ્કળ આવક થઈ રહી છે. દૈનિક ધોરણે 4થી 6 હજાર ગુણીની આવક થઇ રહી છે. જે આગામી દિવસોમાં હજૂ પણ ખૂબ વધી શકવાની શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે માર્કેટિંગ યાર્ડની ખુલ્લી બજારમાં પ્રતિ 20 કિલો નબળી ગુણવત્તા વાળી મગફળીના 700 અને સારી અને ઉચ્ચ ગુણવત્તાવાળી મગફળીના 1090 રૂપિયા ઉપજી રહ્યા છે. આ બજાર ભાવ ખેડૂતો માટે ખૂબ સારો સંકેત માનવામાં આવી રહ્યો છે.