ગુજરાતના શિક્ષણ વિભાગને કલંકિત કરતા પેપર લીક કૌભાંડમાં આજે વધુ એક પેપર લીકનો ઉમેરો થયો છે. સમગ્ર રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાનનો એકમ કસોટીનો 25 ગુણનું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
Big Breaking : ગુજરાતમાં પેપર ફુટવાનો સિલસિલો યથાવત, ફરી એક પેપર ફૂટ્યું... - junagadh
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પેપર લીકની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ફરી એક વખત ધોરણ 10ના મનોવિજ્ઞાનિકનું પેપર ફુટતા વિદ્યાર્થીઓમાં પરીક્ષીઓને લઈને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ બાબતે શિક્ષણ અધિકારીએ આ મામલાને અફવા ગણાવી છે. અમરેલીની શાળામાં 10 અને 12 ધોરણના પેપર ફુટ્યાની અફવા ફેલાઈ હતી. પરીક્ષા એક દિવસ પહેલા પેપર ફુટ્યું હોવાની ચર્ચા જોવા મળી રહી છે.
પરીક્ષા યોજાય તે પૂર્વે જ વાઇરલ થતાં પરીક્ષાની ગુપ્તાને લઈને હવે સવાલો ઉભા થઇ રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળથી લઈને હવે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર પણ લીક થયું છે, ત્યારે હવે પેપર લીક કાડને લઈને ગુજરાત વધુ એક વખત બદનામ થઈ રહ્યું છે. ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાનનું પેપર લીક થયું છે તે સવાલ અને જવાબ સાથેની સંપૂર્ણ વિગત સાથે આ પ્રશ્નપત્ર પરીક્ષા યોજાય તે પૂર્વે જ 24 કલાક પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. આ પેપરમાં સૌ પ્રથમ અમરેલી જિલ્લામાં વોટ્સએપ ગ્રુપમાં જોવા મળ્યું હતું, ત્યારે આ પેપર કઈ જગ્યાએથી લીક થયું છે. સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર વ્યક્તિ કોણ છે, તે તપાસનો વિષય છે, પરંતુ જે પ્રકારે સતત પેપર લીક થઈ રહ્યા છે તે ગુજરાતની પરીક્ષા પદ્ધતિ સામે પણ હવે મસમોટા સવાલો ઉભા કરી રહ્યા છે.
હાલમાં જ ગૌણ સેવા પસંદગી મંડળ હેડ ક્લાર્કનું પેપર ફુટ્યું હતું. આ બાદ ફરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમ 3નું પેપર ફુટ્યું હતું.
TAGGED:
junagadh