- જૂનાગઢની મહિલાઓએ પંચગવ્ય આધારિત તૈયાર કરી રાખડીઓ
- પંચગવ્યમાંથી બનતી રાખડીઓ બની રહી છે પસંદગીનું પ્રથમ માધ્યમ
- પંચગવ્યનો અન્ય જગ્યાએ ઉપયોગનો વિચાર આવતાં મહિલાઓએ તૈયાર કરી રાખડીઓ
જૂનાગઢ :કોરોના સંક્રમણ (corona) કાળ અને પ્રત્યેક વ્યક્તિને કિરણોત્સર્ગ થી બચાવી શકે તે પ્રકારની ગાય આધારિત પંચગવ્ય રાખડીનું ઉત્પાદન જૂનાગઢની મહિલાઓ સૌપ્રથમ વખત કરી રહી છે ગાય આધારિત ખેતી બાદ હવે ગાયમાંથી પ્રાપ્ત થતાં પંચગવ્ય દ્વારા રાખડી સહિત અનેક ચીજ વસ્તુઓનું નિર્માણ કરીને તેનાથી ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવાની સાથે કિરણોત્સર્ગ અને મહામારીના સમયમાં લોકોના આરોગ્યને ખૂબ સારો ફાયદો થાય તે પ્રકારનું કામ જૂનાગઢની મહિલાઓ કરી રહી છે.
પંચગવ્ય રાખડીઓ આગામી દિવસોમાં ખૂબ જ પ્રચલિત બનશે
જૂનાગઢના ગામડાની મહિલાઓ દ્વારા ગાય આધારિત પંચગવ્યમાંથી સ્વરોજગારી મેળવીને આત્મનિર્ભર બની રહી છે. ગામની કેટલીક મહિલાઓએ ગાય દ્વારા પ્રાપ્ત થતાં પંચગવ્યમાંથી રાખડી બનાવવાનું કામ હાલ શરૂ કર્યું છે. મહિલાઓનો આ પ્રથમ પ્રયાસ ગાયના ગોબર ગુલાબની પાંખડીઓ ગૌમૂત્ર અને હળદરને જરૂર પૂરતા પ્રમાણમાં મેળવીને બનાવવામાં આવેલા પંચગવ્યમાંથી રાખડીઓ બનાવીને આ મહિલાઓ સ્વરોજગારીની રાહમાં એક નવો ચીલો ચીતરી રહી છે. જેમાં તેને સફળતા પણ મળી રહી છે. રાખડીથી મહામારી તેમજ કિરણોત્સર્ગ જેવી ઘાતકી અસરો સામે પંચગવ્ય રક્ષણ આપતું હોવાને કારણે પણ આ રાખડીઓ આગામી દિવસોમાં ખૂબ જ પ્રચલિત બની શકે છે.
આ પણ વાંચો:Raksha Bandhan 2021: સુરતમાં 2500 થી લઇ 5 લાખ રૂપિયા સુધીની રાખડીઓની માંગ