ગુજરાત

gujarat

ETV Bharat / city

ભારતીય તટરક્ષક દળના સામે થઈ પાકીસ્તાની ઘૂસણખોરી નાકામ - કોસ્ટ ગાર્ડ દ્વારા ઓપરેશન

પોરબંદરના દરિયાઈ સીમા(Marine Border of Porbandar) પર ભારતીય તટ રક્ષક દળના જવાનો મધદરિયે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન પાકિસ્તાની ઘૂસણખોરને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.

ભારતીય તટરક્ષક દળના સામે થઈ પાકીસ્તાની ઘૂસણખોરી નાકામ
ભારતીય તટરક્ષક દળના સામે થઈ પાકીસ્તાની ઘૂસણખોરી નાકામભારતીય તટરક્ષક દળના સામે થઈ પાકીસ્તાની ઘૂસણખોરી નાકામ

By

Published : Jun 24, 2022, 8:50 PM IST

જૂનાગઢ:પોરબંદરના દરિયામાં પાકિસ્તાની ઘૂસણખોરીને અટકાવવા (To prevent Pakistani infiltration) માટે ભારતીય તટ રક્ષક દળના (Indian Coast Guard) જવાનો મધદરિયે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ઘુસણખોરી કરી રહેલી પાકિસ્તાની બોટને કોસ્ટગાર્ડના જવાનો દ્વારા અટકાવવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં ભારતીય કોસ્ટ ગાર્ડે કરેલા ફાયરિંગમાં એક પાકિસ્તાની ઘૂસણખોરનું મૃત્યુ નિપજયું હતું.

આ પણ વાંચો:BSF IG Press Conference Gandhinagar: સરહદ પર નિષ્ફળ કરી દુશ્મનોની અનેક ચાલ, IGએ BSFની થપથપાવી પીઠ

પાકિસ્તાની ઘુસણખોરોને અટકાવાયા -પોરબંદર(Marine Border of Porbandar) નજીક અરબી સમુદ્રમાં(Arabian Sea near Porbandar) પાકિસ્તાની ઘુસણખોરોને ભારતીય જળસીમામાં ઘૂસતા અટકાવવા માટે ભારતીય તટ રક્ષક દળ દ્વારા કરવામાં આવેલા જવાબી ફાયરિંગમાં પાકિસ્તાની બોટમાં સવાર એક ઘુસણખોરનુ મૃત્યુ થયાના અહેવાલો મળી રહ્યા છે. ભારતીય તટ રક્ષક દળના જવાનો મધદરિયે પેટ્રોલિંગ પર હતા. આવા સમયે ભારતીય જળ સીમામા ઘૂસેલી પાકિસ્તાની બોટને પકડવા અને તેને અટકાવવા માટે તટ રક્ષક દળ દ્વારા મધદરિયે ઓપરેશન હાથ ધરાયું હતું.

આ પણ વાંચો:ભારતીય જળસીમા ઘૂસણખોરી મામલો :10 પાકિસ્તાનીઓને પોરબંદર ખાતે લવાયા, કરાશે પૂછપરછ

પાકિસ્તાની ઘૂસણખોરો ગુજરાતના દરિયા ને બનાવે છે પ્રથમ ટાર્ગેટ -ગુજરાતનો દરિયા કિનારો જળ સીમા મારફતે પાકિસ્તાન સાથે જોડાયેલો છે. તેને લઈને પાકિસ્તાન વારંવાર દરિયાઈ માર્ગે ગેરકાનૂની કૃત્યોને અંજામ આપવા માટે તેમજ નશીલા પદાર્થોને ભારતમાં ઘુસાડવા માટે આ પ્રકારના હિન કૃત્ય કરી રહ્યું છે. જેને લઇને તટ રક્ષક દળ દ્વારા દરિયાઇ સીમામાં સતત 24 કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આજે પોરબંદર નજીકના દરિયામાં શંકાસ્પદ પાકિસ્તાની બોટ કેટલાક ઘૂસણખોરો સાથે ભારતીય જળસીમામાં દાખલ થતા કોસ્ટ ગાર્ડ દ્વારા આ બોટને પકડી પાડવા માટે ઓપરેશન(Operation by the Coast Guard) હાથ ધરાયું હતું. ઘૂસણખોરોએ ભારતીય તટરક્ષક દળ ની કામગીરી સામે પ્રતિકાર કરતા ફાયરિંગ કરવાની ફરજ પડી હતી જેમાં એક પાકિસ્તાની ઘૂસણખોર નું મોત થયું છે હાલ સમગ્ર મામલાને લઈને ભારતીય તટ રક્ષક દળના અધિકારીઓ ઉચ્ચસ્તરીય બેઠક કરી રહ્યા છે. સમગ્ર ઘૂષણખોરીને લઈને સુરક્ષામાં કચાસ કાઢવામાં આવી રહ્યો છે

ABOUT THE AUTHOR

...view details