ગુજરાત

gujarat

ETV Bharat / city

પદ્મશ્રી એવોર્ડ મેળવનાર જૂનાગઢના ખેડૂતે ખેતીની પદ્ધતિ બદલવા કર્યું સુચન - padma vibhushan farmer give instruction

જૂનાગઢઃ 23 ડિસેમ્બરનાં રોજ ભારતના પૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણસિંહના જન્મ દિવસને રાષ્ટ્રમાં ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. પદ્મશ્રી એવોર્ડ મેળવનાર જૂનાગઢના ખેડૂત વલ્લભભાઈએ ખેડૂતોને ખેતીની પદ્ધતિમાં ફેરફાર કરવાનું સૂચન કર્યું છે.

padma vibhushan farmer give instruction
padma vibhushan farmer give instruction

By

Published : Dec 24, 2019, 7:53 AM IST

સોમવારે સમગ્ર રાષ્ટ્રમાં ખેડૂત દિવસની ઉજવણી થઇ રહી છે. દેશના પૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહના જન્મ દિવસને ખેડૂત દિવસ તરીકે સમગ્ર રાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે. જૂનાગઢમાં રહીને ખેતી કરતા વયોવૃદ્ધ વલ્લભભાઈ મારવાડીએ ખેડૂતોને સાચી, યોગ્ય અને સમયસર ખેતી કરવાનું સૂચન કર્યું છે.

પદ્મશ્રી એવોર્ડ મેળવનાર જુનાગઢના ખેડૂતે ખેતીની પદ્ધતિ બદલવા કર્યું સુચન

દેશના પૂર્વ વડા પ્રધાન અને ખેડૂત ચૌધરી ચરણસિંહનો જન્મ દિવસ ખેડૂત દિવસ તરીકે મનાવવામાં આવે છે. ચૌધરી ચરણસિંહની ઈચ્છા અનુસાર તેમના જન્મદિવસને ખેડૂત દિવસ તરીકે સમગ્ર રાષ્ટ્રમાં ઉજવાય છે. અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે જગતનો તાત ખૂબ જ મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે ખેડૂત દિવસની ઉજવણી પણ થઈ રહી છે. ત્યારે જૂનાગઢમાં ખેતીમાં અવનવા પ્રયોગો બદલ વર્ષ 2018માં વલ્લભભાઈ મારવાણીયાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. વલ્લભભાઈ દેશના તમામ ખેડૂતોને ખેતીની પદ્ધતિમાં ફેરફાર કરવાનું સૂચન કર્યું છે.

વલ્લભભાઈ જણાવ્યું હતું કે, દિન-પ્રતિદિન ખેતીલાયક જમીન ઘટતી જાય છે. તેમજ કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિને કારણે થયેલો પાક નષ્ટ થઈ રહ્યો છે. જમીન વધારવી તે આપણા હાથની વાત નથી, પણ જે જમીન આપણી પાસે છે, તેમાં પણ હવે અનેક ભાગો પડી રહ્યા છે. જેના કારણે ખેતીલાયક જમીન દિન-પ્રતિદિન ઘટી રહી છે, ત્યારે આપણા ભાગમાં જેટલી જમીન છે, તે જમીનમાં યોગ્ય સમયની અનુકૂળતા અને સારૂ આર્થિક વળતર આપે, તેવા ખેતીના પાકો લેવા ખેડૂતોને સૂચન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details