- 20 દિવસ બંધ રહેલા બજાર ફરી જીવંત બન્યાં
- રાજ્ય સરકારે વધુ છૂટછાટ આપતા જૂનાગઢની બજારો ફરી બની જીવંત
- 22 દિવસ બાદ જૂનાગઢની બજારોમાં જનજીવન ધબકતું જોવા મળ્યું
જૂનાગઢઃ કોરોના સંક્રમણ અને બીજી લહેરને કારણે રાજ્ય સરકારે આજથી 22 દિવસ પૂર્વે રાજ્યના 9 મહાનગરોમાં આંશિક નિયંત્રણ જાહેર કર્યું હતું કે સરકારના દિશા નિર્દેશો મુજબ શાકભાજી, કરિયાણું, દવા, દૂધ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો સિવાય તમામ ધંધા-રોજગાર બંધ રાખવાનો આદેશ કર્યો હતો. ત્યારે ૨૨ દિવસ સુધી સતત બંધ રહેલા આવશ્યક ચીજવસ્તુ સિવાયના વ્યાપારિક સંકુલો આજે વહેલી સવારે 9:00 ફરી એક વખત ખુલતા જોવા મળતાં હતાં સાથે જ જૂનાગઢ શહેર અને તેની બજારોમાં પણ હવે ધીમે ધીમે રોનક પથરાતી જોવા મળી રહી છે.બજારમાં જનજીવન ધબકતું જોવા મળ્યું હતું
આ પણ વાંચોઃ આંશિક નિયંત્રણો હટાવાયાઃ ગાંધીનગરના બજારો ખૂલ્યાં, મીના બજાર પણ ખૂલ્યું
22 દિવસના આંશિક નિયંત્રણ બાદ અન્ય ધંધા-રોજગાર થયા શરૂ - કોરોના ગાઈડલાઈન
બીજા તબક્કાના કોરોના સંક્રમણને કારણે રાજ્ય સરકારે આંશિક નિયંત્રણ આજથી 22 દિવસ પૂર્વે લગાવ્યું હતું જેને લઇને જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી. ત્યારે આજે 22 દિવસ બાદ રાજ્ય સરકારે આંશિક નિયંત્રણમાં વધુ કેટલીક છૂટછાટો આપતા બજાર ખુલતાં જોવા મળી રહ્યાં છે. બજારમાં જનજીવન ધબકતું જોવા મળ્યું હતું
![22 દિવસના આંશિક નિયંત્રણ બાદ અન્ય ધંધા-રોજગાર થયા શરૂ 22 દિવસના આંશિક lockdown બાદ અન્ય ધંધા-રોજગાર થયા શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11844461-thumbnail-3x2-markets.jpg)
બજારોમાં કોરોના સંક્રમણના દિશાનિર્દેશોને ધ્યાને રાખીને સંચાલન કરવાનું રહેશે
આજથી ફરી એક વખત જૂનાગઢના તમામ વ્યાપારિક સંકુલો સવારના 9 થી 3 વાગ્યા દરમિયાન કોરોના સંક્રમણની જે guidelines રાજ્ય સરકારે ઘડી કાઢી છે. તેના પૂરતા અમલ અને તકેદારી સાથે તમામ પ્રકારની વ્યાપારિક ગતિવિધિઓને આજથી 20 દિવસ બાદ ફરી એક વખત શરૂ કરવાનો આદેશ કર્યો છે. કોઈપણ સંજોગોમાં કોરોના સંક્રમણની guidelines અને સાવચેતીનો ભંગ થવાના કિસ્સામાં રાજ્ય સરકાર વ્યાપારિક એકમો પર કાર્યવાહી પણ કરી શકે છે. તમામ તકેદારી અને સાવચેતી રાખવાની જવાબદારી જે તે વ્યાપારિક સંકુલના માલિકની બની રહેશે. શરૂ થયેલી બજારોમાં ગ્રાહક અને વેપારીએ માસ્ક, સેનિટાઇઝર અને સામાજિક અંતર જેવી તકેદારીનું પાલન કરવાની શરતે આજથી વ્યાપારિક સંકુલો ખુલી રહ્યાં છે, ત્યારે બજારમાં પણ વહેલી સવારથી ધીમે ધીમે વ્યાપારિક ગતિવિધિ શરૂ થતી જોવા મળી રહી છે અને વેપારી અને લોકો પણ કોરોના ગાઈડલાઈનનું પાલન કરતા નજરે પડ્યાં હતાં.
આ પણ વાંચોઃ જામનગરના વેપારીઓએ આંશિક રાહતનો સમય વધારવાની કરી માગ