ગુજરાત

gujarat

ETV Bharat / city

Junagadh: જૂનાગઢ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાને લઈને રાજકીય પક્ષોમાં વિરોધ - અધિક મેજિસ્ટ્રેટ એલબી બાંભણિયા

જૂનાગઢ જિલ્લાના અધિક મેજિસ્ટ્રેટ દ્વારા સરકારી કચેરીઓમાં કોઈપણ વ્યક્તિએ આંદોલન ધરણાં અને આવેદનપત્ર જેવી બાબતો નહીં આપવાને લઇને પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જૂનાગઢના આદેશને લઈને હવે તમામ રાજકીય પક્ષના અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલુ જાહેર નામુ હાસ્યાસ્પદ ગણાય રહ્યું છે, જેને પરત ખેચવાની માગ કરી રહ્યા છે.

Junagadh: જૂનાગઢ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાને લઈને રાજકીય પક્ષોમાં વિરોધ
Junagadh: જૂનાગઢ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાને લઈને રાજકીય પક્ષોમાં વિરોધ

By

Published : Oct 5, 2021, 9:20 AM IST

  • જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાને લઈને વિરોધ
  • ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોનો વિરોધ
  • જાહેરનામું હાસ્યાસ્પદ હોવાને કારણે પરત લેવુ જોઇએ તેવી રાજકીય પક્ષોની માંગ

    જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ એલબી બાંભણિયાએ જૂનાગઢ જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓમાં કોઈપણ વ્યક્તિએ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારે કચેરી અને તેની આસપાસના વિસ્તારોમાં ધરણા સૂત્રોચ્ચાર અને નારેબાજી ન કરવી તેમજ તમામ વ્યક્તિઓએ સરકારી કચેરીમાં વિસ્ફોટકો અને હથિયાર સાથે પ્રવેશ નહીં કરવો તેમજ જાહેર સલામતી અને સુખાકારી ન જોખમાય તેને લઈને પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે. ત્યારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાને લઈને હવે ભાજપ કોંગ્રેસ એનસીપી અને આપના નેતાઓ દ્વારા જાહેરનામું પરત લેવું જોઈએ તેવી માંગ કરી રહ્યા છે

રાજકીય પક્ષોના અગ્રણી કાર્યકરો ની માંગ

જાહેરનામા ને લઈને જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ ETV ભારત સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, જાહેરનામું તઘલઘી શાસકોની યાદ અપાવી રહ્યું છે લોકોને રજૂઆત કરવાના અધિકારોથી પણ જાહેરનામું વંચિત કરી રહ્યું છે, એવી પરિસ્થિતિમાં લોકો પોતાને પડતી મુશ્કેલી અને અગવડતા ને લઈને રજૂઆત પણ ન કરી શકે તે પ્રકારનું આ જાહેરનામું હાસ્યાસ્પદ બની રહ્યું છે આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ અતુલભાઇ શેખડા એ પણ જાહેરનામાને લઈને પોતાનો ભારોભાર રોષ વ્યક્ત કર્યો હતો. અતુલભાઇ શેખડા જણાવ્યું હતું કે, લોકશાહી દેશમાં લોકોને પોતાને પડતી મુશ્કેલીઓની રજૂઆત કરવા સુધી અટકાવી દેવામાં આવે છે તેનાથી મોટી લોકશાહીની હત્યા બીજી શું હોઈ શકે તેવા કડક શબ્દોમાં જાહેરનામું પરત લેવું જોઈએ તેવો પોતાનો મત પ્રગટ કર્યો હતો.

જાહેરનામાને લઈને ભાજપ અને એનસીપીના કાર્યકરો લાલઘૂમ

એનસીપીના અગ્રણી અદ્રેમાન પંજાએ પણ જાહેરનામા ને લઈને ખૂબ જ રોષ વ્યક્ત કરી રહ્યા છે અદ્રેમાન પંજા જણાવી રહ્યા છે કે, લોકશાહી દેશમાં પ્રત્યેક વ્યક્તિને પોતાને પડતી મુશ્કેલીઓ અને પોતાના અધિકારોને લઈને રજૂઆત કરવાની સ્વતંત્રતા છે આવી પરિસ્થિતિમાં જો કોઈ પણ અરજદાર પોતાની રજૂઆત કરવાને લઈને કચેરી કે અન્ય સરકારી કચેરીમાં ન જઈ શકે આનાથી મોટું શાસકોનું સરમુખ શાહી કઈ હોઈ શકે તેવા આકરા પ્રહારો કર્યા હતા.

ભાજપના અગ્રણી અમૃત દેસાઈ પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો એકમાત્ર આશય. લોકોને પરેશાનીમાં મુકવાનો હોવાનુ જણાવ્યું હતું.અમૃત દેસાઈએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર આવ હાસ્યાસ્પદ જાહેરનામું પ્રસિદ્ધ કરવાને લઈને ચર્ચામાં છે એક બાદ એક ચર્ચાસ્પદ અને હાસ્યાસ્પદ જાહેરનામઓ પ્રગટ કરીને જિલ્લા વહીવટીતંત્ર શું સાબિત કરવા માંગે છે, સમજમાં આવતું નથી આવી. પરિસ્થિતિમાં હાસ્યાસ્પદ જાહેરનામું પરત લેવુ જોઇએ અમૃત દેસાઈ માંગ કરી રહ્યા છે.

જૂનાગઢ જિલ્લામાં તમામ રાજકીય પક્ષોએ એક સાથે

ભાજપ, કોગ્રેસ, આમ આદમી પાર્ટી, તેમજ એનસીપી સહિત તમામ રાજકીય પક્ષોએ જિલ્લા અધિક સામે લાલ આંખ કરી છે, કારણ કે, જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ એલબી બાંભણિયાએ જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓમાં કોઈપણ વ્યક્તિએ આસપાસના વિસ્તારોમાં ધરણા સૂત્રોચ્ચાર અને નારેબાજી ન કરવી એવો પ્રતિબંધન કર્યો છે. ત્યારે મહત્વની વાત એ છે કે, જૂનાગઢ જિલ્લાના લોકોને કોઈ મુશ્કેલી પડે તો લોકો પોતાની મુશ્કેલી ક્યા લઈને જાય..?

આ પણ વાંચોઃ જૂનાગઢના દામોદર કુંડમાં પ્રથમ વખત જોવા મળ્યો ધસમસતો પાણીનો પ્રવાહ, હજુ પણ અતિભારે વરસાદની આગાહી

આ પણ વાંચોઃ કડવા પાટીદાર રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન બનવાથી જૂનાગઢ જિલ્લાની વિધાનસભાઓમાં શું પડી શકે છે ફર્ક? જુઓ

ABOUT THE AUTHOR

...view details