ગુજરાત

gujarat

ETV Bharat / city

યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ સુધીના સંભવિત નિર્ણયને લઇ જૂનાગઢની મહિલાઓનો પ્રતિસાદ - central government

કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં મહિલાઓને લગ્ન કરવાની વય જે હાલ 18 વર્ષ નિર્ધારિત કરેલી છે. તેમાં વધારો કરીને 21 વર્ષ સુધી કરવાની શક્યતાઓ જણાઇ રહી છે. ત્યારે કેન્દ્ર સરકારની આ અંગેની કામગીરીને જૂનાગઢની મહિલાઓ આવકારી રહી છે. ETV BHARAT સાથે શહેરની કેટલીક મહિલાઓ સંવાદ કર્યો હતો. જેમાં તમામ મહિલાઓ લગ્નની વય મર્યાદાને વધારવાને લઈને જે સંભવિત કામ થઇ રહ્યું છે તેને પોતાનું સમર્થન આપ્યું હતું. ઉપરાંત તાકીદે આ વય મર્યાદા લાગૂ થાય તેવું ઈચ્છી પણ રહી છે.

Opinion of gujarat women
યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ સુધીના સંભવિત નિર્ણયને લઇ જૂનાગઢની મહિલાઓનો પ્રતિસાદ

By

Published : Sep 3, 2020, 5:21 PM IST

Updated : Sep 3, 2020, 6:10 PM IST

જૂનાગઢઃ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં મહિલાઓના લગ્ન કરવાની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની વાત ગંભીરતાથી આગળ વધી રહી છે. ત્યારે લગ્ન કરવાની વય કેટલી હોવી જોઈએ જેે પ્રશ્નને લઈ ETV BHARATએ જૂનાગઢની મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો અને બાદમાં તમામ મહિલાઓએ જે લગ્નની વય 18 વર્ષ છે તેને 21 વર્ષ સુધી કરવાની દિશામાં કામ થઇ રહ્યું છે તે વાતને સમર્થન આપ્યું હતું.

યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ સુધીના સંભવિત નિર્ણયને લઇ જૂનાગઢની મહિલાઓનો પ્રતિસાદ
તમામ મહિલાઓએ લગ્નની ઉંમર જે હાલ 18 વર્ષ નિર્ધારિત કરી છે તેને વર્તમાન સમયમાં ખૂબ જ નકારાત્મક છે, તેવો પ્રતિભાવ મહિલાઓએ આપ્યો હતો. 18 વર્ષની ઉંમરે કોઈ પણ યુવતિ સામાજિક સાથે પારિવારિક જવાબદારીઓ નિભાવવા માટે પૂરતી સક્ષમ અને મજબૂત જોવા મળતી નથી. જેને લઇને લગ્નની વય મર્યાદા જે હાલ 18 વર્ષની છે તે વધારીને 21 વર્ષ સુધી કરવામાં આવે. કેન્દ્ર સરકારના આ પગલાને જૂનાગઢની મહિલાઓ પોતાનું સમર્થન આપી રહી છે અને સાથોસાથ નવી વય મર્યાદા તાકીદે લાગૂ કરવામાં આવે તેવી માંગ પણ કરી રહી છે.
Last Updated : Sep 3, 2020, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details