ગુજરાત

gujarat

ETV Bharat / city

વડાપ્રધાનના જન્મદિવસથી જૂનાગઢના જાહેર શૌચાલયને વૈચારિક ક્રાંતિથી સ્વચ્છ કરવાનું ONLY INDIAN NGOનું અભિયાન - સ્પેશિયલ સ્ટોરી

વડાપ્રધાન મોદીના જન્મદિવસથી જૂનાગઢમાં વન મેન એનજીઓ ચલાવતા ONLY INDIAN દ્વારા અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમના દ્વારા જૂનાગઢ શહેરમાં આવેલા જાહેર શૌચાલયનો ઉપયોગ કરનારા લોકો તેને સ્વચ્છ રાખે અને આ સંપત્તિ તેમની છે તેમ સમજીને શૌચાલયને સ્વચ્છતાની સાથે અભદ્ર લખાણોથી મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે.

Etv Bharat Special story
જાહેર શૌચાલય સ્વચ્છ કરવાનું ONLY INDIAN NGOનું અભિયાન

By

Published : Sep 21, 2020, 5:38 PM IST

જૂનાગઢઃ વડાપ્રધાન મોદીના જન્મદિવસથી જૂનાગઢમાં વન મેન એનજીઓ ચલાવતા ONLY INDIAN દ્વારા અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરમાં આવેલા જાહેર શૌચાલય ગંદકી ભર્યા અને અભદ્ર લખાણોથી જોવા મળતા હતા. ત્યારે મોદીના જન્મદિવસના દિવસે ONLY INDIANને જૂનાગઢ શહેરના જાહેર શૌચાલયો સ્વચ્છ અને અભદ્ર લખાણોથી મુક્ત બને તે માટેનું પોસ્ટર મહાઅભિયાન શરૂ કર્યું છે.

શહેરના શૌચાલય સ્વચ્છ કરવાનું અભિયાન

શહેરમાં જાહેર શૌચાલય ગંદકીથી લઈને અભદ્ર લખાણોથી ગંદા જોવા મળતા હતા. ત્યારે સ્વચ્છતાના આગ્રહી એવા વડાપ્રધાન મોદીના જન્મદિવસે ONLY INDIANને જૂનાગઢમાં આ નવું અભિયાન શરૂ કર્યું છે.

શહેરના શૌચાલય સ્વચ્છ કરવાનું અભિયાન
દરરોજ સવારે ONLY INDIAN સાઇકલ પર નીકળી જાય છે અને જૂનાગઢ શહેરના જાહેર માર્ગો પર બનાવવામાં આવેલા જાહેર શૌચાલયમાં પોસ્ટર લગાવે છે. આ શૌચાલયમાં આવતાં દરેક લોકોને સૂચના મળે તેવા હેતુ સાથે જાહેર શૌચાલયને સ્વચ્છ રાખવું, અભદ્ર લખાણો ન કરવા અને રાષ્ટ્રીય સંપત્તિ તમારી જ છે તેમ સમજીને તેનો ઉપયોગ કરવો.
શહેરના શૌચાલય સ્વચ્છ કરવાનું અભિયાન

આ અભિયાન અંગે ETV BHARATએે ONLY INDIANના આ અભિયાનની મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરતાં તેઓ પણ ONLY INDIANના અભિયાનને આવકારી રહ્યા છે. આ સાથે એમ પણ જણાવ્યું હતું કે, લોકો માટેની વ્યવસ્થા કોર્પોરેશન કરી રહી છે પરંતુ જ્યાં સુધી જાહેર શૌચાલયની વાત છે ત્યાં લોકો જ ગંદકી કરી રહ્યા છે.

જાહેર શૌચાલય સ્વચ્છ કરવાનું ONLY INDIAN NGOનું અભિયાન

વધુમાં તેમણે જણાવ્યું કે, કોર્પોરેશન દિવસમાં બે વખત વહેલી સવારે અને સાંજે જાહેર શૌચાલયોની સફાઈ નિયમિત રીતે કરી રહી છે. પરંતુ ત્યારબાદ કેટલાક લોકો તેમને ઈરાદાપૂર્વક કે અજાણતા ગંદા કરી મૂકે છે. જેના પર કંટ્રોલ કરવો ખૂબ મુશ્કેલ છે. આવી જગ્યા પર જે લોકો ગંદકી કરે છે તેના પર ત્રીજી આંખ સમાન સીસીટીવી કેમેરા પણ લગાવી શકાય નહીં. આવી પરિસ્થિતિમાં જો લોકો સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત બને અને ખુદ ગંદકી કરવાનું ટાળે તો સફાઈ કરવા જેવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય અને ગંદકી આપોઆપ દૂર થઇ જશે.

આ ઉપરાંત જુનાગઢ કોર્પોરેશન દ્વારા શહેરમાં જાહેર શૌચાલયની સંખ્યા 100ની આસપાસ છે. તે તમામની સફાઈ કોર્પોરેશનને નિયમિત રીતે દિવસમાં બે વખત કરે છે. પરંતુ સફાઈ બાદ ઉપયોગ કરનારા લોકો તેને દિવસ દરમિયાન ગંદા કરી રહ્યા છે તેના પર કાબૂ મેળવવો કોર્પોરેશન માટે ખૂબ જ મુશ્કેલીની વાત છે.

ABOUT THE AUTHOR

...view details