ગુજરાત

gujarat

By

Published : Jul 4, 2021, 11:00 PM IST

ETV Bharat / city

જૂનાગઢના યુવાનને 47 હજારમાં પડ્યો એક પિઝા, છેલ્લા 15 દિવસમાં જ ચાર લોકો સાથે થઈ ઓનલાઈન છેતરપિંડી

જૂનાગઢમાં સતત સાયબર ક્રાઇમના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પાછલા 15 દિવસમાં શિક્ષક યુવાન, નિવૃત્ત વન કર્મચારી અને ડ્રાઇવર પાસેથી ઓનલાઇન છેતરપિંડી થયાની ઘટનાઓ સામે આવી છે. તમામ મામલામાં પ્રભાવિત વ્યક્તિઓએ જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવીને પોતાની સાથે થયેલા સાયબર ક્રાઈમના ગુનાની તપાસ કરવા માટે વિનંતી કરી છે.

Junagadh Breaking News
Junagadh Breaking News

  • પાછલા 15 દિવસમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનાઓ આવી સામે
  • શિક્ષક યુવાન, નિવૃત્ત વનકર્મી અને ડ્રાઇવર સાથે થઈ ઓનલાઇન છેતરપિંડી
  • તમામ કિસ્સાઓમાં પ્રભાવિત વ્યક્તિઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવી પોલીસ ફરિયાદ

જૂનાગઢ : શહેર અને જિલ્લામાં સતત સાયબર ક્રાઇમ (Cyber Crime) ની ઘટનાઓ સામે આવી રહી છે. ઓનલાઇન ખરીદી (online shopping) ને કારણે કેટલાક વ્યક્તિઓ છેતરપિંડીનો ભોગ પણ બની રહ્યા છે. જૂનાગઢ (Junagadh) શહેર અને જિલ્લામાં પાછલા 15 દિવસ દરમિયાન ઓનલાઈન છેતરપિંડી (Online fraud) ની ચાર ઘટનાઓ સામે આવી છે.

જૂનાગઢમાં પાછલા 15 દિવસમાં ચાર લોકો બન્યા સાયબર ક્રાઇમનો ભોગ

આ પણ વાંચો : જૂનાગઢ પોલીસે સાયબર ક્રાઇમના ગુનામાં આરોપીનો ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવ્યો

ઓનલાઇન છેતરપિંડી કરતા ગઠિયાઓએ લૂંટી લાખોની રકમ

ચાપરડાના શિક્ષક, ગાંધીનગરના નિવૃત વન કર્મચારી, જૂનાગઢનો યુવાન અને એક ડ્રાઈવર ઓનલાઈન છેતરપીંડી (Online fraud) નો ભોગ બન્યા છે. પોતે કોઈ વસ્તુની ઓનલાઈન ખરીદી કર્યા બાદ ડિજિટલ પેમેન્ટ (Digital payment) કરવા જતા તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે અને લાખોની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. તમામ ચારેય પ્રભાવિત વ્યક્તિઓએ તેમની સાથે થયેલી ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ મથક (Junagadh Cyber Crime Police Station) માં નોંધાવીને ન્યાય મળવાની આશાઓ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : પોરબંદર સહિત 10 જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યપ્રધાનના હસ્તે ઈ-લોકાર્પણ

કાર ઓનલાઈન ખરીદતા ડ્રાઇવરે 1 લાખ 80 હજાર ગુમાવ્યા

ચાપરડાના શિક્ષકનું ATM કાર્ડ કોઈ વ્યક્તિએ પીન નંબર સાથે મેળવીને તેના ખાતામાંથી કેટલાક દિવસો દરમિયાન એક લાખ રોકડની ઉઠાંતરી કરી છે. જ્યારે જૂનાગઢમાં રહેતા ડ્રાઇવરે કારની ઓનલાઈન ખરીદી કરી હતી, જેના બદલામાં તેમણે 1 લાખ 80 હજાર આપ્યા હતા, પરંતુ કાર નહીં મળતાં તેઓ છેતરાયા હોવાનો અહેસાસ થતાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઓનલાઈન પિઝા ઓર્ડર કરતા 47 હજાર ગુમાવ્યા

બીજી તરફ જૂનાગઢના યુવાને ઓનલાઈન પિઝા મગાવીને તેનું પેમેન્ટ ઓનલાઇન કરવા જતા પોતાના ખાતામાંથી 47 હજાર જેટલી રકમ પણ ગુમાવી છે. આ યુવાને પણ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં (Cyber Crime Police Station) માં ફરિયાદ નોંધાવીને તેમને ન્યાય મળે તેવી દર ગુજર કરી છે તો બીજી તરફ ગાંધીનગરમાં વન વિભાગમાં કામ કરીને નિવૃત થયેલા વનકર્મીના ખાતા માંથી પણ કોઈ સાયબર ક્રાઇમના ગઠિયાએ 54 હજાર કરતા વધુની રકમની ઉઠાંતરી કરીને ચૂનો ચોપડયો છે. આ તમામ પ્રભાવિત વ્યક્તિઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથક (Cyber Crime Police Station) માં ફરિયાદ દાખલ કરી છે અને ન્યાય મળવાની ગુહાર પોલીસ સમક્ષ કરી છે.

ABOUT THE AUTHOR

...view details