ગુજરાત

gujarat

ETV Bharat / city

અમરેલી, જૂનાગઢ અને ગીરસોમનાથમાં દીપડાનો આતંક, એક મહિનામાં 12 લોકોનો શિકાર કર્યો - જૂનાગઢના તાજા સમાચાર

જૂનાગઢ: ગત એક મહિનામાં અમરેલી જૂનાગઢ અને ગીર સોમાનાથ જિલ્લામાં દીપડાઓ દ્વારા કરવામાં આવતા જીવલેણ હુમલાના બનાવો અચાનક વધી રહ્યા છે. જેમાં, ગત એક મહિનામાં અમરેલીમાં 5, જૂનાગઢમાં 3 અને ગીર સોમનાથ જિલ્લામાં 4 લોકોએ જીવ ગુમાવ્યો છે.

દીપડાનો આતંક

By

Published : Oct 20, 2019, 6:19 PM IST

ગીર પંથકના જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં દીપડાઓ હવે બેકાબુ બનીને હુમલાઓ કરી રહ્યા છે. ત્યારે ગામ લોકોમાં પણ હુમલાને લઈને હવે ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે ચોમાસુ પાકની સીઝન ચાલી રહી છે ત્યારે ખેતરોમાં મજૂરોની સંખ્યા પણ વિશેષ પ્રમાણમાં જોવા મળતી હોય છે. દીપડાઓ દ્વારા કરવામાં આવતા હૂમલાને લઈને હવે ગામ લોકોમાં પણ ભયની સાથે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

દીપડાના આતંકમાં વધારો, વધુ એકનો જીવ લીધો

ગત એક મહિનામાં અમરેલીમાં 5 જૂનાગઢમાં 3 અને ગીર સોમનાથ જિલ્લામાં 4 વ્યક્તિઓ દીપડાના હુમલામાં મોતને ઘાટ ઉતર્યા છે. આ આંકડાઓ માત્ર છેલ્લા એક મહિનાના છે. જો પાછલા એક વર્ષની વાત કરવામાં આવે તો આ આંકડો ખુબ મોટો જોવા મળી શકે તેમ છે. હાલ ખેતીની સીઝન ચાલી રહી છે, ત્યારે દીપડાઓ બેકાબુ બનતા ખેડૂતો અને ખેતરમાં કામ કરતા મજૂરોની સાથે ગીર વિસ્તારના ગામડાઓના લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે.

વન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ગીર વિસ્તારમાં અંદાજિત 1200 જેટલા દીપડા હોવાનો અંદાજ છે. આ દીપડા દ્વારા વર્ષ દરમિયાન સરેરાશ 100 જેટલા હુમલાઓ કરવામાં આવતા હોવાનું વન વિભાગ દ્વારા નોંધવામાં આવ્યુ છે. જે પૈકી 10 ટકા લોકોનું મોત આ હુમલામાં થયું હોવાનું વન વિભાગ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. દીપડા ખોરાકની શોધમાં જંગલની બહાર નીકળી રહ્યા છે જેનો ભોગ ખેડૂતો ખેતરમાં કામ કરતા મજૂરો અને નિર્દોષ ગામલોકો બની રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details