- નોરતાના અંતિમ દિવસે ભારતી આશ્રમમાં કરવામાં આવ્યું પૂજન
- દર વર્ષે નવરાત્રીના નવ દિવસ દરમિયાન કરવામાં આવ્યું યજ્ઞનું આયોજન
- નવરાત્રીના નવ દિવસો દરમિયાન વિધિ-વિધાન સાથે યજ્ઞમાં આપવામાં આવે છે આહુતિ
- અંતિમ દિવસે બાલિકા પૂજનની સાથે નવરાત્રિના મહાયજ્ઞનુ થાય છે સમાપન
જૂનાગઢ: ભવનાથ તળેટીમાં આવેલા ભારતી આશ્રમમાં વિધિ- વિધાન સાથે નવલા નોરતાની પૂર્ણાહુતિ (last day of navratri) કરવામાં આવી હતી. વર્ષોથી ભારતી આશ્રમમાં નવરાત્રીના નવ દિવસો દરમિયાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં આહુતિઓ આપીને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તે માટે નવ દિવસ મા જગદંબાની પૂજા અને યાચના કરવામાં આવતી હોય છે. નવ દિવસ મહાયજ્ઞમાં આહુતિ આપીને સમગ્ર જગતનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે મહાયજ્ઞનું આયોજન કરાતું હોય છે. ભારતી આશ્રમના સંત મહાદેવ ભારતીની હાજરીમાં તેમજ પંડિતો દ્વારા ઉચ્ચારવામાં આવેલા મંત્રોચારની વચ્ચે આજે નવમા નોરતે મહાયજ્ઞમાં આહૂતિઓ આપવામાં આવી હતી.