- મહાશિવરાત્રીના પાવન પર્વે ભવનાથ મહાદેવના દર્શન કરતાં શિવભક્તો
- સરકારની ગાઈડલાઈન મુજબ ભવનાથ મંદિરમાં દર્શનાર્થીઓને અપાયો પ્રવેશ
- ગિરિ તળેટી હર હર મહાદેવ અને બમ-બમ ભોલેના નાદથી બની શિવમય
જૂનાગઢઃ આજે મહાશિવરાત્રીનું મહાપર્વ ઉજવવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાં શિવભક્તો ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા દિશાનિર્દેશોના ચુસ્ત પાલન કરવાની શરતે શિવ ભક્તોને ભવનાથ મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી જ શિવભક્તો ભવનાથ મહાદેવના ચરણમાં શીશ ઝુકાવીને મહાશિવરાત્રીના મહાપર્વની ભારે ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી રહ્યા છે.