- કોરોના સંક્રમણના નવા વેરિયન્ટે સમગ્ર વિશ્વમાં ચિંતા પ્રસરાવી
- ત્રીજી લહેર અને નવા વેરિયન્ટને લઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ
- 1000 કરતાં વધુ દર્દીઓને સારવાર આપવાની વ્યવસ્થા
જૂનાગઢ: કોરોના સંક્રમણનુ નવું સ્વરૂપ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યું છે, નવા વેરિયન્ટ તરીકે ચિંતા ઉપજાવનાર ઓમિક્રોન વાયરસ (Omicron Variant in India) ચિંતાનો વિષય બની રહ્યું છે, ત્યારે સંભવિત બીજી લહેર અને ખાસ કરીને ઓમિક્રોન નામના નવા વેરિયન્ટને લઈ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તમામ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ પૂર્ણ (Junagadh Civil Hospital alert for omicron variant) કરી દેવામાં આવી છે. બીજી લહેર વખતે જે પ્રકારની કાર્યવાહી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને મુશ્કેલી ના પડે તે માટે ઊભી કરવામાં આવી હતી. તે તમામ કામગીરી ફરી એક વખત સંપૂર્ણપણે સજ્જ કરી દેવામાં આવી છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને તમામ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર કમર કસી રહ્યું છે.
1000 કરતાં વધુ દર્દીઓને સારવાર આપવાની વ્યવસ્થા