ગુજરાત

gujarat

ETV Bharat / city

ખાનગી કોલેજોના સંચાલકો દ્વારા ફીની ઉઘરાણી લઈને એનએસયુઆઈએ આપ્યું આવેદનપત્ર - એનએસયુઆઈ

કોરોના સંક્રમણના સમયમાં રાજ્ય સરકાર દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોને તેને ઉઘરાણી નહીં કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં કેટલીક કોલેજો દ્વારા મનમાની રીતે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પાસેથી ફીની ઊઘરાણી કરવામાં આવતી હોવાની વિગતો બહાર આવતાં આજે જૂનાગઢ એન.એસ.યુ.આઈ. દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ખાનગી કોલેજોના સંચાલકો દ્વારા ફીની ઉઘરાણી લઈને એનએસયુઆઈએ આપ્યું આવેદનપત્ર
ખાનગી કોલેજોના સંચાલકો દ્વારા ફીની ઉઘરાણી લઈને એનએસયુઆઈએ આપ્યું આવેદનપત્ર

By

Published : Jul 24, 2020, 6:43 PM IST

જૂનાગઢઃ કોરોના જેવી મહામારીમાં દરેક વ્યક્તિ આર્થિક સંકળામણ અનુભવી રહ્યો છે. તેમ જ રાજ્ય અને દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે ઓનલાઇન શિક્ષણ આપી રહી છે. તમામ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના સીધા અભ્યાસને લઈને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં જૂનાગઢની કેટલીક કોલેજોના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પાસેથી ફીની ઊઘરાણી કરવામાં આવતી હોવાની વિગતો મળતાં એનએસયુઆઈ દ્વારા આજે આવી સંસ્થાઓ સામે કાર્યવાહી થાય તેને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આવી સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરવાની માગ પણ કરી હતી.

ખાનગી કોલેજોના સંચાલકો દ્વારા ફીની ઉઘરાણી લઈને એનએસયુઆઈએ આપ્યું આવેદનપત્ર

ABOUT THE AUTHOR

...view details