શાળાની 25 ટકા ફીના નિર્ણયને લઈને જૂનાગઢ NSUI દ્વારા વિરોધ પ્રદર્શન પોલીસે કરી કાર્યકરોની અટકાયત - એનએસયુઆઇ ગુજરાત
છેલ્લા કેટલાંક મહિનાથી રાજ્યની ખાનગી અને સ્વનિર્ભર શાળાઓમાં ફી ઘટાડાને લઈને વાલી મંડળ, રાજ્ય સરકાર અને શાળા સંચાલક મંડળો સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે તમામ ખાનગી શાળાઓને 25 ટકા ફી ઘટાડવાનો આદેશ કર્યો છે. જેને લઇ સમગ્ર સત્રની ફી માફ કરવામાં આવે તેવી NSUIએ માંગ કરી છે.
શાળાની 25 ટકા ફીના નિર્ણયને લઈને જુનાગઢ NSUIનો વિરોધ
જામનગરઃ ખાનગી શાળાઓમાં ફી ઘટાડાને લઈને હવે મામલો માર્ગ પર ઉતરી આવ્યો છે. છેલ્લા કેટલાંક સમયથી વાલી મંડળ ખાનગી શાળાના પ્રતિનિધિઓ અને રાજ્ય સરકારની વચ્ચે ફીના નિર્ણયને લઈને અનેક વાર વિવાદો સામે આવ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ ખાનગી શાળાઓને 25 ટકા ફી માફ કરવાની આદેશ કર્યો છે. તેના વિરોધમાં આજે ગુરુવારે જૂનાગઢ NSUI સામે આવ્યું છે અને સમગ્ર સત્રની ફી માફ થાય તેવી માંગ કરી હતી.