જૂનાગઢ: કોરોનાના વધતા સંક્રમણ (Corona In Gujarat)ને કારણે જૂનાગઢ મનપા કચેરી (Junagadh Municipal Corporation Office) દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જૂનાગઢ મનપા કચેરીમાં વિવિધ કામને લઈને આવતા અરજદારોએ હવે કોરોનારસીના બન્ને ડોઝ પૂર્ણ કર્યા છે તેવું પ્રમાણપત્ર (Corona vaccination certificate junagadh) મનપા કચેરીને બતાવવું પડશે. જો આવું કરવામાં અરજદાર નિષ્ફળ રહેશે તો કોઈપણ અરજદારને કચેરીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
જૂનાગઢ મનપા કચેરીમાં રસીના બન્ને ડોઝ તમામ માટે ફરજિયાત કરાયા
સતત વધી રહેલું કોરોનાનું સંક્રમણ હવે ચિંતાજનક રીતે આગળ વધી રહ્યું છે. ગઈકાલે ગુજરાતમાં કોરોના સંક્રમણના 2 હજાર કરતાં વધુ કેસ (Corona cases in Gujarat) સામે આવતા જૂનાગઢ મનપા વહીવટીતંત્ર પણ સફાળું જાગ્યું છે અને કોરોના સંક્રમણની રસીના બંને (Corona vaccination in Junagadh) ડોઝને લઈને હવે કચેરીમાં કામગીરી આકરી દેવામાં આવી છે. જૂનાગઢ મનપા કચેરીમાં કોરોના સંક્રમણ સામે સુરક્ષા આપતી રસીના બન્ને ડોઝ લીધા હશે તેવા જ અરજદારોને પ્રવેશ આપવામાં આવશે. આ તપાસ માટે કર્મચારીઓ મુખ્ય દ્વાર પર તૈનાત કરી દેવામાં આવ્યા છે અને સમગ્ર વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે તે માટે મનપા કચેરીમાં આવતા અરજદારો પાસેથી સહયોગની પણ જૂનાગઢ મનપા વહીવટીતંત્ર આશા અને અપેક્ષા રાખી રહ્યું છે.
પ્રવેશ આપવાને લઇને કરાઈ વિશેષ વ્યવસ્થા