જૂનાગઢ: વર્ષ 2022ના વધામણા અને તેની ઉજવણી સંઘપ્રદેશ દીવ (New Year Celebration In Diu)મા જોવા મળશે નહીં. કોરોના સંક્રમણને કારણે દીવ (Corona in Diu) જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાત્રીના 11 વાગ્યા બાદ કર્ફ્યુનો (Night Curfew In Diu) ચુસ્ત અને કડક અમલ કરવાની સાથે 11 વાગ્યા બાદ કોઇપણ જાહેર સ્થળો પર નવા વર્ષની ઉજવણી કે અન્ય કોઈ કાર્યક્રમ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેને લઇને આ વર્ષે નવા વર્ષની ઉજવણીને લઈને દીવનો માહોલ સુમસામ જોવા મળશે.
નવા વર્ષે વર્ષો બાદ પર્યટન સ્થળ દીવ જોવા મળશે સૂમસામ
કોરોના સંક્રમણને કારણે દીવ જિલ્લા વહીવટી તંત્ર (diu district administration) દ્વારા રાત્રીના 11 વાગ્યા બાદ કર્ફ્યુનો ચુસ્ત અમલ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે, ત્યારે દર વર્ષે નવા વર્ષની ઉજવણી કરવાને લઈને દીવમાં સમગ્ર દેશ અને દુનિયાના પ્રવાસીઓ (Tourists In Diu On New Year 2022) આવતા હોય છે.
11 વાગ્યા બાદ કર્ફ્યુનો કડક અમલ
દિવસભર દીવના પર્યટન સ્થળો પર નવા વર્ષના આગમન અને તેના વધામણાને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલતી જોવા મળતી હોય છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા રાત્રીના 11 વાગ્યા બાદ કર્ફ્યુનો કડક અમલ કરવાના આદેશો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. રાત્રીના 11 વાગ્યા બાદ તમામ પ્રકારની પ્રવાસન ગતિવિધિઓ પર સંપૂર્ણપણે બ્રેક લાગતી જોવા મળશે, જેને કારણે વર્ષો બાદ નવા વર્ષની ઉજવણીને લઈને દીવ યાત્રિકો અને તેની પરંપરાગત ઉજવણી વગર સૂમસામ જોવા મળશે.