જુનાગઢ:આગામી સમયમાં રિમોટ સેન્સર ટેક્નોલોજી(Remote Sensor Technology) ખેતી ક્ષેત્રમાં ખૂબ જ મહત્વનું પ્રદાન કરશે. જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના(Junagadh Agriculture University) વિદ્યાર્થીઓ ટેકનોલોજીનો ઉચ્ચ અભ્યાસ કરવા માટે આગામી સોમવારથી બે મહિના સુધી થાઈલેન્ડ જશે. વિદ્યાર્થીઓ ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ સારી કહી શકાય તેવી યુનિવર્સિટીમાં ટેકનોલોજીનું જ્ઞાન પ્રાપ્ત કરશે. જેનો ઉપયોગ આગામી દિવસોમાં ગુજરાત અને દેશના કૃષિ ક્ષેત્રમાં થઈ શકવાની ઉજવળ શક્યતાઓનો આજથી જન્મ થયો છે.
આ પણ વાંચો:Budget Agriculture Sector: 163 લાખ ખેડૂતો પાસેથી ઘઉં અને ડાંગરની કરાશે ખરીદી
ટેકનોલોજીના અભ્યાસ માટે વિદ્યાર્થીઓ જશે થાઈલેન્ડ - જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના(College of Engineering and Technology) 13 જેટલા વિદ્યાર્થીઓ આગામી સોમવારથી બે મહિના માટે થાઈલેન્ડના શૈક્ષણિક પ્રવાસે(Educational tour of Thailand) જઈ રહ્યા છે. અહીં તેઓ કૃષિ ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજી(Modern technology in agriculture sector) અને સાધનો સંસાધનોના ઉપયોગ તેમજ રિસર્ચને લઈને ત્યાંના વિષય નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન અને ટેકનોલોજીનો ઉપયોગ ખેતી ક્ષેત્રમાં(Technology Application Agriculture Sector) આધુનિક ઢબે કઈ રીતે કરી શકાય તેને લઈને પોતાનું સંશોધન કાર્ય પૂર્ણ કરશે. બે મહિના બાદ આ વિદ્યાર્થીઓ ગુજરાત પરત ફરશે. તેમના દ્વારા થયેલા ખેતી સંશોધન અને ખાસ કરીને ટેકનોલોજીમાં નવા સંસાધનોનો કઈ રીતે ઉપયોગ થઈ શકે અને તે આપણી ખેતી પદ્ધતિને કેટલા વ્યવહારુ છે, તેને લઈને થાઈલેન્ડમાં જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રિસર્ચ કરવા માટે 25 જુલાઈ 2022ના રોજ થાઈલેન્ડ જઈ રહ્યા છે.