ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢમાં ચકલીઓને બચાવવા નવતર પ્રયોગ, ચકલીઓ માળો બાંધી શકે તે માટે યુવાનો મંદિરમાંથી એકઠી કરેલી ગરબીઓ ઝાડ પર મૂકશે - જૂનાગઢ સમાચાર

અત્યારે સૌથી વધુ કોઈ પક્ષી લુપ્ત થઈ રહ્યું છે તો તે છે ચકલી. ત્યારે ચકલીને લુપ્ત થતા બચાવવા માટે અનેક લોકો કામ કરે છે. આ જ રીતે જૂનાગઢમાં પણ ચકલી બચાવવા માટે યુવાનોએ અનોખું અભિયાન શરૂ કર્યું છે. ચોમાસા દરમિયાન મોટા ભાગના પક્ષીઓના માળાને નુકસાન થાય છે. ત્યારે નવરાત્રિ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી ગરબીઓને આ યુવાનો મંદિરમાંથી એકત્રિત કરી રહ્યા છે. આ ગરબીઓમાં પક્ષીઓ વ્યવસ્થિત રીતે માળો બનાવી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો આ યુવાનો અન્ય લોકોને પણ પર્યાવરણ અને પ્રકૃતિના જતન માટે પ્રેરણા આપી રહ્યા છે.

જૂનાગઢમાં ચકલીઓને બચાવવા નવતર પ્રયોગ, ચકલીઓ માળો બાંધી શકે તે માટે યુવાનો મંદિરમાંથી એકઠી કરેલી ગરબીઓ ઝાડ પર મૂકશે
જૂનાગઢમાં ચકલીઓને બચાવવા નવતર પ્રયોગ, ચકલીઓ માળો બાંધી શકે તે માટે યુવાનો મંદિરમાંથી એકઠી કરેલી ગરબીઓ ઝાડ પર મૂકશે

By

Published : Nov 2, 2021, 12:01 PM IST

  • જૂનાગઢના યુવાનો પક્ષીઓની મદદે આવતા જોવા મળ્યા
  • નવરાત્રિ દરમિયાન માતાજીની ધરેલા ગરબાઓ ઝાડ પર ટાંગીને માળાનું સ્વરૂપ અપાયું
  • વરસાદ અને વાવાઝોડાને કારણે મોટાભાગના પક્ષીઓના માળા નષ્ટ થઈ ગયા હતા

જૂનાગઢઃ શહેરના યુવાનોએ લુપ્ત થતી ચકલીને બચાવવા નવું અભિયાન શરૂ કર્યું છે. આ યુવાનો નવરાત્રિ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી ગરબીઓને મંદિરમાંથી એકત્રિત કરી રહ્યા છે. ત્યારબાદ આ ગરબીઓને ઝાડ ઉપર મૂકે છે, જેથી આ ગરબીઓમાં ચકલી વ્યવસ્થિત રીતે માળો બનાવી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન મોટા ભાગના પક્ષીઓના માળાને નુકસાન થયું હોય છે. ત્યારે આવા પક્ષીઓ માટે ઝાડ પર ગરબી મૂકવામાં આવશે. એટલે તેમાં પક્ષીઓ વ્યવસ્થિત રીતે માળો બનાવી શકે અને ચકલીઓને લુપ્ત થતી બચાવવા માટેનો પ્રયાસ છે. આ જૂનાગઢના યુવાનો અન્ય લોકોને પર્યાવરણ અને પ્રકૃતિના જતન માટે પ્રેરણા પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો-વિશ્વ ચકલી દિવસ: અંબાજીમાં ચકલી ઘર અને પાણીના કુંડાઓનુ નિ:શુલ્ક વિતરણ કરાયું

વરસાદમાં પક્ષીઓના માળાને ઘણું નુકસાન થયું છે

જૂનાગઢના સેવાભાવી યુવાનો પ્રકૃતિ અને ચકલી બચાવોના અભિયાન સાથે સામે આવી રહ્યા છે. ચોમાસા દરમિયાન અતિભારે વરસાદ અને વાવાઝોડાને કારણે મોટાભાગના પક્ષીઓના માળાને ખૂબ નુકસાન થયું છે. આવી પરિસ્થિતિમાં હવે ચોમાસાની વિદાય થઈ છે ત્યારે પક્ષીઓ ફરી એક વખત પોતાના માળાને બનાવી શકે તે માટે જૂનાગઢના સેવાભાવી યુવાનોએ અનોખું અભિયાન શરૂ કર્યું છે. નવરાત્રિ દરમિયાન માતાજીને ધરવામાં આવેલા ગરબા હાલ મંદિરોમાં પડી રહ્યા છે. આવા ગરબાને મંદિરમાંથી એકત્રિત કરી તેને વ્યવસ્થિત રીતે ઝાડ પર બાંધી તેમાં ચકલીઓને માળા બનાવવાની અનુકૂળ વ્યવસ્થાઓ યુવાનો કરી રહ્યા છે.

વરસાદ અને વાવાઝોડાને કારણે મોટાભાગના પક્ષીઓના માળા નષ્ટ થઈ ગયા હતા

આ પણ વાંચો-સાબરકાંઠાના ઇડરમાં દેખાય અનોખી બિલાડી પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશી

લુપ્ત થતા પક્ષીઓને નવજીવન આપવા પ્રયાસ

સતત વધી રહેલા શહેરીકરણને કારણે પક્ષીઓને માળા બાંધવાની અનુકૂળતાઓ કુદરતી રીતે ઝાડ અને અન્ય જગ્યા પર જોવા મળતી હતી. ધીમે ધીમે શહેરીકરણને કારણે તેમ જ સતત વધી રહેલા મોબાઈલ રેડિએશન (mobile radiation)ના કારણે પક્ષીઓની અનેક જાતો લુપ્ત થતી જોવા મળે છે, જેમાં ચકલી પણ લુપ્ત થવાને આરે પહોંચી ગઈ છે. આવી પરિસ્થિતિમાં ઘર ઘરના પક્ષી તરીકે જાણીતી ચકલી પોતાના માળા બનાવવાને લઈને ખૂબ જ ચિંતામાં હતી ત્યારે જૂનાગઢના યુવાનોએ ચકલીઓને મારા બનાવવા કોઈ અગવડતા ન પડે તે માટે કે ગરબા અને ઝાડ પર બાંધીને નવી શક્યતાઓનું સર્જન કર્યું છે. જૂનાગઢના પ્રત્યેક વ્યક્તિ માટે પ્રેરણાદાયક છે. આ જ પ્રકારે પક્ષી અને પ્રકૃતિનું રક્ષણ કરવાથી જીવનની પોષણ કળી જે નુકસાન પામી છે. તેને ફરી એક વખત પુનર્જીવિત કરવાની શક્યતાઓને બળ મળી શકે છે.

ABOUT THE AUTHOR

...view details