- ગીરના સફારી પાર્કમાં પ્રવાસીઓને મળશે આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસનો અનુભવ
- પ્રવાસન વિભાગ દ્વારા પાંચ જેટલી વાતાનુકૂલિત બસોને પ્રવાસીઓ માટે મૂકવામાં આવી ખુલ્લી
- આફ્રિકા બાદ આ પ્રકારની જંગલ સફારી બસોનું ગીરના સફારી પાર્કમાં થયું લોકાર્પણ
જૂનાગઢ: સાસણ સહિત ગીર સફારી પાર્ક (Gir Safari Park)માં આવતા પ્રવાસીઓને હવે આંતરરાષ્ટ્રીય કક્ષાની સફારીનો અનુભવ થાય તેમજ જંગલ સફારી મુલાકાતે આવતા પ્રત્યેક પ્રવાસીને આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળતી વિશેષ સુવિધાઓનો લાભ પણ મળવા જઈ રહ્યો છે. આજે પર્યટન વિભાગ દ્વારા પાંચ જેટલી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે ગીર અને સાસણ સહિત અન્ય સફારી પાર્ક રાજ્ય સરકાર ખોલવાનો આદેશ આપશે ત્યારબાદ આ બસોમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓ બેસીને ગીર સફારીનો આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ પણ કરતા જોવા મળશે.
ગીરના સફારી પાર્કમાં AC બસ શરૂ કરાઈ આ પણ વાંચો: ગીરના તમામ સફારી અને રાષ્ટ્રીય પાર્ક અનિશ્ચિત સમય સુધી પ્રવાસીઓ માટે કરાયા બંધ
પ્રવાસીઓની અનુકૂળતાને ધ્યાને રાખીને આંતરરાષ્ટ્રીય સ્તરની બસો કરાઈ ઉભી
સાસણ સહિત ગીરના સફારી પાર્કમાં દેશ અને દુનિયામાંથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવતા હોય છે. આવી પરિસ્થિતિમાં સિંહ દર્શન માટે આવતા પ્રત્યેક મુસાફર અત્યાર સુધી ખુલ્લી જીપ્સી દ્ગારા જંગલ અને સફારી પાર્કમાં જતા જોવા મળતા હતા. પરંતુ હવે જ્યારે ગીર સહિત અન્ય સફારી પાર્કમાં પણ આવતા પ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સફારીનો અનુભવ થાય તે માટે વાતાનુકૂલિત બસ ચલાવવાનો નિર્ણય પર્યટન વિભાગે કર્યો છે જે અંતર્ગત બનાવવામાં આવેલી તમામ બસો વાતાનુકૂલિત સિસ્ટમની સાથે સ્કાય વ્યુ પણ ધરાવી રહી છે બસમાં બેઠા બાદ પ્રત્યેક પ્રવાસીને ગીર સફારીનો આંતરરાષ્ટ્રીય સ્તરનો અને ખાસ કરીને આફ્રિકન દેશોમાં જે વ્યવસ્થા સિંહ દર્શનને લઈને કરવામાં આવતી હોય છે તે પ્રકારની વ્યવસ્થા આધુનિક બસો દ્વારા ગીર આવતા પ્રવાસીઓને આપવામાં આવશે. આગામી દિવસોમાં સાસણ સહિત અન્ય સફારી પાર્ક વિધિવત રીતે કાર્યરત બનતા જોવા મળશે ત્યારે બસમાં પ્રવાસીઓ સફર કરીને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા સાથે ગીરની શાન સમા સિંહોને નિહાળવાની તક પણ પ્રાપ્ત કરશે.