જૂનાગઢ નેત્રમ શાખા આજે ફરી એક વખત વૃદ્ધત્વની લાકડી બનીને સામે આવી છે. જુનાગઢ શહેરમાં રહેતા પીઠડીયા દંપતીની દાગીના અને રોકડ રકમ સાથે થેલી ઓટો રિક્ષામાં ભૂલી ગયા હતા. જેને લઈને પીઠડીયા (rickshaw lost in Junagadh) દંપતિ ભારે ચિંતાગ્રસ્ત બનીને સમગ્ર મામલાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી. ત્યારે વૃદ્ધ દંપતીની વેદના અનુભવીને પોલીસે તાકીદે કામગીરી શરૂ કરી અને ગણતરીના કલાકોમાં જ વૃદ્ધ દંપતીની મરણમ મૂડી રીક્ષા ચાલક પાસેથી પરત અપાવી હતી. (jewelry cash rickshaw lost in Junagadh)
નેત્રમ શાખા બની વૃદ્ધ દંપતીની લાકડી - Junagadh Crime News
જુનાગઢની નેત્રમ શાખા પીઠડીયા વૃદ્ધ દંપતીની (Junagadh Netram Branch) લાકડી બનીને આજે સામે આવી છે. પીઠડીયા દંપતી રિક્ષામાં સોનાના દાગીના અને રોકડ સહિતની થેલી ભૂલી જતા નેત્રમ શાખાએ વૃદ્ધ પીઠડીયા દંપતિની મૂળ મૂડી CCTV મારફતે પરત અપાવી હતી. (rickshaw lost in Junagadh)
શું હતી ઘટના ધીરજ પીઠડીયા અને તેમની પત્ની જુનાગઢ શહેરમાં એકલા રહે છે. કોઈ કામ સબબ તેઓ કાળવા ચોકમાં ઓટોરિક્ષા મારફતે પહોંચ્યા હતા. આ સમયે ધીરજલાલની પત્ની પાસે રહેલી દાગીના અને રોકડ સાથેની થેલી રિક્ષામાં ભૂલી જતા વૃદ્ધ દંપતી ભારે ચિંતામાં મુકાયુ હતુ, ત્યારે પોલીસે તાકીદે શહેરમાં નેત્રમ શાખા દ્વારાલગાવવામાં આવેલા CCTV કેમેરા થકી રીક્ષા (Netram Branch Pithdia elderly couple) ચાલકનો પતો લગાવીને વૃદ્ધ પીઠડીયા દંપતીની મુળ મૂડી પરત મેળવી હતી.
રીક્ષા ચાલકને લાગ્યો ભય રીક્ષા ચાલકને પણ કોઈ પેસેન્જર થેલી રિક્ષામાં ભૂલી ગયા છે. તેની જાણ થતા તે પણ ચિંતામાં હતો, ત્યારે પોલીસે રીક્ષા ચાલકને બોલાવીને તેમની પૂછપરછ કરતા તેમણે આ સમગ્ર ઘટના પરથી (Junagadh Crime News) પડદો ઉચક્યો હતો અને જે થેલી રિક્ષામાં ભુલાઈ ગઈ હતી તે સ્થિતિમાં તેને પોલીસને પરત આપી હતી. સાચા અર્થમાં વૃદ્ધત્વની લાકડી સમાન કામગીરી કરીને પીઠડીયા દંપતીની ચિંતા ગણતરીની કલાકોમાં દૂર કરી હતી. (Pithdia elderly couple in Junagadh)