જૂનાગઢઃ શું તમે ક્યારેય લાલ મકોડાનો માળો જોયો છે. ત્યારે આધુનિક ઈજનેરી જગતને ફરી એક વખત (Modern Engineering World Surprised) વિચારતા કરી મૂકે તેવો માળો જોવા (Nest of Red Large Ant in Bhavnath) મળ્યો છે ભવનાથ વિસ્તારમાં (Forest area of Bhavnath). આ સમય દરમિયાન ઝાડ પર રહેતા લાલ રંગના મકોડા (Nest of Red Large Ant in Bhavnath) દ્વારા આ માળો બનાવવામાં આવે છે. તો નાનાનાના જીવ એવા લાલ મકોડા આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આ વિશેષ પ્રકારના માળાનું સર્જન કરે છે.
માળાની વિશેષતા -મહત્વનું છે કે, ઉનાળો હવે પૂર્ણતાના આર છે. ત્યારે આવા ખાસ કરીને લાલ રંગના મકોડા પોતાનો માળો ઝાડ પર બાંધતા (Nest of Red Large Ant in Bhavnath) જોવા મળતા હોય છે. આ ઋતુ દરમિયાન મોટા પાંદડા ધરાવતા પીપળ, વડ, આંબો, ચીકુ સહિત મોટા પાન ધરાવતા ફળ પાકો પર મંકોડા ઝાડના પાનનો ઉપયોગ કરીને કુદરતી રીતે માળો બનાવતા હોય છે.
ચોમાસાને ધ્યાનમાં રાખી બનાવવામાં આવે છે માળો - આ માળો વિશેષ એટલા માટે છે કે, તે ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને બનાવવામાં આવે છે. માળામાં વરસાદી પાણી દાખલ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આવા અનેક માળાઓ ભવનાથમાં આવેલા જંગલ વિસ્તારમાં (Forest area of Bhavnath) હાલ બનતા જોવા મળી રહ્યા છે. આ માળાની બનાવટ આધુનિક ઈજનેરી જગતને (Modern Engineering World Surprised ) પણ ચોંકાવે તે પ્રકારની હોય છે.