જૂનાગઢ: કેન્દ્રીય બજેટમાં માછીમારી ઉદ્યોગમાં હળાહળ અન્યાયની લાગણી (Fishing Industry Reaction on Union Budget 2022 ) છવાઈ છે. ઉદ્યોગોને સ્પર્શતી એક પણ વાત બજેટમાં સામેલ નહીં કરાતા માછીમારોની સાથે ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.વર્ષ 2022 - 23 સામાન્ય અંદાજપત્રમાં માછીમારી ઉદ્યોગને લઈને એક પણ પ્રકારની નવી જાહેરાત કે યોજનાઓનો અમલ થશે તેનો ઉલ્લેખ નહીં કરવામાં આવતા માછીમારોની સાથે બોટના માલિકો અને માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ અંદાજપત્ર માછીમારી વિરોધી હોવાને કારણે તેને ( Neglect of fishing industry in Budget ) નકારી દીધું છે. માછીમારી ઉદ્યોગ રાજ્ય સરકારને કમાણી (fishing industry of gujarat) અને રોજગારી આપતા સૌથી સમૃદ્ધ ઉદ્યોગ માનવામાં આવતો હતો. પરંતુ આજે માછીમારી ઉદ્યોગ રાજ્ય અને કેન્દ્ર સરકારની ઉદાસીનતાને કારણે મરણપથારીએ પડી રહ્યો છે.
બજેટને લઈને નોંધાવ્યો વિરોધ
વર્ષ 2022 - 23ના સામાન્ય અંદાજપત્રમાં બજેટને લઈને પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેને લઇને માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા દીપક દોરીયાએ કેન્દ્ર સરકારના બજેટને માછીમારોનું અપમાન કરતું બજેટ (Fishing Industry Reaction on Union Budget 2022 ) ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારને ખૂબ મોટું આર્થિક હુંડિયામણ કમાવી (fishing industry of gujarat) આપતા એક માત્ર ઉદ્યોગ પ્રત્યે કેન્દ્રની સરકારનું બજેટમાં જે ઉદાસીન વલણ દાખવવામાં આવ્યું છે. તે સમગ્ર માછીમાર સમાજના અપમાનજનક લાગી રહ્યું છે. કેન્દ્ર સરકારે માછીમાર સમાજને ઘણું આપવાની જરૂર હતી આવા સમયે બજેટ જેવા વિષયમાં માછીમારો ઉદ્યોગનો સમાવેશ નહીં કરીને કેન્દ્ર સરકારે માછીમાર ઉદ્યોગપ્રત્યે પણ પોતાની ઉદાસીનતા છતી કરી શકે. જેને લઇને માછીમારો બોટના માલિકો અને માછીમાર ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો કેન્દ્ર સરકારના વર્ષ 2022 - 23ના સામાન્ય અંદાજપત્ર ( Neglect of fishing industry in Budget ) પાયાથી નકારી રહ્યાં છે.
આ પણ વાંચો : Fish Production In Valsad: 2010-11ની તુલનાએ 2019-20માં માછલીનું ઉત્પાદન વધ્યું, પણ મત્સ્ય બંદરોનો વિકાસ મંદ