ગુજરાત

gujarat

By

Published : Jul 13, 2022, 2:13 PM IST

ETV Bharat / city

કિશોરને શોધવા NDRFની ટીમ લાગી કામે, ત્રણ દિવસે મળી સફળતા

જૂનાગઢમાં ગુમ થયેલા કિશોરનો (Junagadh teenager missing) મૃતદેહ ત્રણ દિવસ પછી મળ્યો હતો. NDRFની ટીમ આ કિશોરને (NDRF team search operation in Junagadh) શોધવા કામે લાગી હતી. આખરે ત્રણ દિવસ પછી ટીમને સફળતા મળી હતી.

કિશોરને શોધવા NDRFની ટીમ લાગી કામે, ત્રણ દિવસે મળી સફળતા
કિશોરને શોધવા NDRFની ટીમ લાગી કામે, ત્રણ દિવસે મળી સફળતા

જૂનાગઢઃ શહેરમાં શનિવારે રાત્રે મનન જોષી નામનો કિશોર ગુમ થયો (Junagadh teenager missing) હતો. આ યુવકને શોધવા માટે NDRFની ટીમે સર્ચ ઓપરેશન (NDRF team search operation in Junagadh) શરૂ કર્યું હતું. આખરે ત્રણ દિવસ બાદ કિશોરનો મૃતદેહ નરસિંહ મહેતા સરોવરમાંથી મળી આવ્યો હતો.

NDRFએ કિશોરનો મૃતદેહ શોધ્યો

NDRFએ કિશોરનો મૃતદેહ શોધ્યો - આ અંગે મળતી માહિતી અનુસાર, જલારામ સોસાયટી નજીક આવેલા રિદ્ધિ ટાવરમાં રહેતો મનન જોષી નામનો કિશોર ગુમ (Junagadh teenager missing) થયો હતો. આ કિશોરનો મોબાઈલ મહેતા સરોવરની કિનારેથી મળતા આજે કિશોર ને શોધવા માટે NDRFની ટીમને કામ સોંપાયું (NDRF team search operation in Junagadh) હતું. તપાસ દરમિયાન ગુમ થયેલા કિશોરની સાયકલ નરસિંહ મહેતા સરોવરમાંથી મળી હતી. આખરે ત્રણ દિવસ પછી કિશોરનો મૃતદેહ NDRFની ટીમે શોધી કાઢ્યો હતો.

NDRFની ટીમ આ કિશોરને (NDRF team search operation in Junagadh) શોધવા કામે લાગી હતી

NDRFની ટીમને મળી સફળતા -શહેરની જલારામ સોસાયટી નજીક રિદ્ધિ ટાવરમાં રહેતા મનન જોષી નામનો કિશોર શનિવારે (9 જુલાઈ)એ રાત્રે 9:30 વાગ્યાથી ઘરેથી ગુમ થયો હતો. કિશોર ગુમ થતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મૃતક કિશોર CCTV કેમેરામાં થયો કેદ - ગુમ થયેલા કિશોરના ઘરની આસપાસના વિસ્તારના CCTV કેમેરા તપાસ કરતા કિશોર શનિવારે નરસિંહ મહેતા સરોવરની અંદર જતો દેખાયો હતો. ત્યારે મૃતક મનન જોષીનો મોબાઈલ ફોન તળાવને કિનારી પરથી મળ્યો હતો. એટલે જૂનાગઢ પોલીસની સાથે મહાનગરપાલિકાનું ફાયર વિભાગ રવિવારની સવારથી ગુમ થયેલા કિશોર મૃતક મનન જોષીને શોધી રહી હતી, પરંતુ તેમાં તેને નિષ્ફળતા મળી હતી. અંતે અંતે આજે (બુધવારે) જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા કિશોરની શોધખોળ માટે NDRFની (NDRF team search operation in Junagadh) મદદ લેવાય રહી છે.

તપાસ દરમિયાન ગુમ થયેલા કિશોરની સાયકલ નરસિંહ મહેતા સરોવરમાંથી મળી હતી

આ પણ વાંચો-વરસાદે ક્યાંક લીધો વિરામ તો ક્યાંક હજી પણ અનરાધાર

NDRFએ ગુમ થયેલા બાળકની સાયકલ તળાવમાંથી શોધી -ત્રણ દિવસથી જૂનાગઢ પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓને અધિકારીઓ ગુમ થયેલા કિશોરને નરસિંહ મહેતા સરોવરમાં સતત શોધી રહ્યા હતા. NDRFની ટીમે મૃતક કિશોરની સાઈકલ તળાવમાંથી મળી હતી. અહીં 2-3 કલાક શોધખોળ કર્યા પછી સાઈકલ સિવાય ગુમ થયેલા કિશોરના અન્ય કોઈ પૂરાવાઓ સરોવરમાંથી મળ્યા નહતા. એટલે NDRFની ટીમ (NDRF team search operation in Junagadh) બીજા દિવસે તપાસ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો-ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં વરસાદના કારણે એક જ દિવસમાં 18 લોકોના મોત

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખબર પડશે કારણ- આ સમગ્ર કિસ્સો જૂનાગઢમાં ટોક ઑફ ધ ટાઉન બન્યો છે. કિશોર ગુમ થયો હતો, જેને શોધવા માટે હવે રાષ્ટ્રીય કક્ષાની એજન્સીઓ કામે લાગી રહી હતી. ત્યારે આજે (બુધવારે) વહેલી સવારે ફરીથી NDRFની ટીમ (NDRF team search operation in Junagadh) દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. હાલ કિશોરના મૃતદેહને પોસ્ટપોર્ટમ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે અને કિશોરે આત્મહત્યા કરી છે કે, પછી તેની સાથે કોઈ દુર્ઘટના થઈ છે. તે તમામ બાબતોનો ખૂલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થશે.

ABOUT THE AUTHOR

...view details