જૂનાગઢ: કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા (kutiyana mla kandhal jadeja) પક્ષમાંથી રાજીનામું આપીને ગમે ત્યારે અન્ય પક્ષમાં શામેલ થઈ જશે. આવી વાતો ચાલી રહી છે તે વચ્ચે NCP પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ (NCP Pradesh Mahila Morcha President) રેશ્મા પટેલે કાંધલ જાડેજાને લઈને ખુલાસો કર્યો છે. રેશ્મા પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું કે, જે વાતો કાંધલ જાડેજાને લઈને ચાલી રહી છે તે બિલકુલ પાયા વિહોણી અને અફવાથી વધારે કશું નથી.
રેશ્મા પટેલે કાંધલ જાડેજાને લઈને ખુલાસો કર્યો. અફવા ફેલાવવા પાછળ ભાજપ- તેમણે કહ્યું કે, ધારાસભ્ય કાંધલ જાડેજા પક્ષની વિચારધારા સાથે જોડાયેલા છે અને પાછલા 10 વર્ષથી કુતિયાણા વિધાનસભા (kutiyana assembly constituency)નું નેતૃત્વ પણ કરી રહ્યા છે. કાંધલ જાડેજાના NCPમાંથી રાજીનામું (NCP MLA Join BJP) આપવાને લઇને જે વાતો ચાલી રહી છે તે સત્યથી વેગળી છે. પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ રેશ્મા પટેલે અફવા ફેલાવવા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. રેશ્મા પટેલ સ્પષ્ટ માની રહ્યા છે કે, ભાજપ આ પ્રકારની અફવાઓ ફેલાવીને લોકમાનસમાં ચૂંટણી (Gujarat Assembly Election 2022)ના સમયે ભય ઊભો કરી રહ્યું છે.
આ પણ વાંચો:MLA Kandhal Jadeja convicted : કુતિયાણા MLA કાંધલ જાડેજાને દોઢ વર્ષની સજા અને 10000નો દંડ, જેલમાં નહીં જવું પડે
પક્ષના કાર્યકરોનું મનોબળ તોડવાનું કાર્ય કરી રહી છે ભાજપ-રેશ્મા પટેલે જણાવ્યું કે, ધારાસભ્ય કાંધલ જાડેજા આજે પણ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા છે અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં NCP પક્ષ સાથે ભાજપ સામે ચૂંટણી જંગમાં જોવા મળશે. ભાજપ આ પ્રકારનું ષડયંત્ર ચલાવી રહી છે. ચૂંટણીના સમયમાં વિરોધ પક્ષના નેતાઓને બદનામ કરવાથી લઈને પક્ષના કાર્યકરોના મનોબળને તોડવા જેવું હીન કાર્ય ભારતીય જનતા પાર્ટી (BJP In Gujarat) કરી રહી છે. તેના ભાગરૂપે NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા અન્ય પક્ષમાં શામેલ થઈ રહ્યા છે તેવી અફવાઓને વેગ મળે તે માટે બિન લોકશાહીનું કામ ભાજપ કરી રહી છે.
આ પણ વાંચો:સોશિયલ મીડિયામાં ધારાસભ્ય વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી, પોરબંદરના SPને રજૂઆત કરાઇ રજૂઆત
BJP સામે મજબૂત બનીને NCP ચૂંટણીમાં ઝંપલાવશે-રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી નેતૃત્વ જે નિર્ણય કરશે તે મુજબ ભારતીય જનતા પાર્ટી સામે NCP ખૂબ જ મજબૂત બનીને વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે.