ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં આરોગ્યની અસુવિધાઓ અંગે NCP નેતા રેશ્મા પટેલની સરકારને ચીમકી - સુવિધાઓમાં વધારો

NCPના પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ રેશ્મા પટેલે મુખ્યપ્રધાન સમક્ષ રાજ્યના સ્થાપના દિવસે કોરોના સંક્રમણને લઈને આરોગ્ય સુવિધાઓમાં તાકિદે વધારો કરવામાં આવે તેવી માંગ કરી છે. સમગ્ર રાજ્યમાં આગામી 10 તારીખ સુધીમાં સરકાર આરોગ્ય લક્ષી સેવાઓમાં વધારો નહીં કરે તો આમરણાંત ઉપવાસ પર ઉતરી જવાની પણ રેશ્મા પટેલે ચીમકી ઉચ્ચારી છે.

રાજ્યમાં આરોગ્યની અસુવિધાઓ અંગે NCP નેતા રેશ્મા પટેલની સરકારને ચીમકી
રાજ્યમાં આરોગ્યની અસુવિધાઓ અંગે NCP નેતા રેશ્મા પટેલની સરકારને ચીમકી

By

Published : May 1, 2021, 11:02 PM IST

  • NCPના નેતા જૂનાગઢ ખાતે આમરણાંત ઉપવાસની શરૂઆત કરશે
  • સમગ્ર રાજ્યમાં આરોગ્યલક્ષી સુવિધાઓ આગામી 10મી મે સુધી વધારવા કરી તાકીદ
  • 10 તારીખ બાદ આરોગ્ય સુવિધામાં વધારો નહીં થાય તો આમરણાંત ઉપવાસની ઉચ્ચારી ચિમકી

જૂનાગઢ: NCPના મહિલા મોરચાના પ્રમુખ રેશ્મા પટેલે કોરોના સંક્રમણને કારણે સતત કથળતી તેમજ સરકારી હોસ્પિટલોમાં આરોગ્યલક્ષી સેવાઓની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર સરકારી હોસ્પિટલોમાં તાકીદે ઓક્સિજનથી લઈને દર્દીને દાખલ કરવા સુધીની તમામ વ્યવસ્થાઓ આગામી 10મી તારીખ સુધીમાં તાકિદે ઊભી કરે તેવી માંગ કરી છે. જો સરકાર આગામી 10 તારીખ સુધીમાં આરોગ્યલક્ષી સેવાઓ રાજ્યના નાગરિકો માટે ઊભી નહીં કરે તો તેઓ, જૂનાગઢ ખાતે આમરણાંત ઉપવાસની શરૂઆત કરશે. જેની, જવાબદારી રાજ્યની સરકારી અને મુખ્યપ્રધાન રૂપાણીની રહેશે તેવી ચીમકી રેશ્મા પટેલે ઉચ્ચારી છે.

આ પણ વાંચો:જૂનાગઢમાં રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો હજુ પણ પૂરતા પ્રમાણમાં નહિ: જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી

આરોગ્ય કેન્દ્રમાં તમામ સુવિધાઓ ઉભી કરવાની કરી માગ

રેશ્મા પટેલે જૂનાગઢ સહિત રાજ્યના તમામ તાલુકા મથકોમાં ઓક્સિજન સાથેના કોવિડ કેર સેન્ટર શરૂ કરે તેવી માંગ પણ કરી છે. વધુમાં, રેશ્મા પટેલે રાજ્યના પ્રત્યેક પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર થઇ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી છે. રેશ્મા પટેલનો દાવો છે કે, આ પ્રકારની સુવિધાઓ તાલુકા મથકે તેમજ પ્રાથમિક કે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઊભી થાય તો દર્દીઓની સંખ્યા તાલુકા મથકોએ વહેંચાઈ જશે જેને લઇને તબીબોને પણ આવા કપરા કાળમાં દર્દીઓની પુરતી સેવા કરવા માંટે યોગ્ય સમય મળી શકશે. જેને કારણે, ગામડાઓના દર્દી ઓછી હાલાકી સાથે સારી સારવાર પણ મેળવી શકે. જેને લઈને, તાકિદે આવી સેવાઓ શરુ કરવામાં આવે તેવી માગ રેશ્મા પટેલે કરી છે.

આ પણ વાંચો:જૂનાગઢ જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં રેપિડ એન્ટિજન કીટની અછતને ધારાસભ્યનું સમર્થન, સંખ્યા વધારવા માગ

ABOUT THE AUTHOR

...view details