ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના સંક્રમણને ફેલાવવા માટે સરકારને જવાબદાર ઠેરવતા NCP નેતા રેશ્મા પટેલ - corona update

રેશમા પટેલે કોરોના સંક્રમણને લઈને દેશ સંકટમાં હોવાનું જણાવીને સંક્રમણને છૂટોદોર આપવા માટે વડાપ્રધાન, ગૃહપ્રધાન અને રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી છે.

કોરોના સંક્રમણને ફેલાવવા માટે સરકારને જવાબદાર ઠેરવતા NCP નેતા રેશ્મા પટેલ
કોરોના સંક્રમણને ફેલાવવા માટે સરકારને જવાબદાર ઠેરવતા NCP નેતા રેશ્મા પટેલ

By

Published : Apr 30, 2021, 3:08 PM IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત
  • જે સમયે કોરોના સંક્રમણને લઈને ચિંતન કરવાની જરૂર હતી, તેવા સમયે સરકારે કરી ચૂંટણીની ચિંતા
  • કોરોના સંક્રમણને કારણે લાખો લોકોના જીવ ગયા છે તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર જવાબદાર

જૂનાગઢ: પ્રદેશ NCP મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલે ગુજરાતની સાથે સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ જે પ્રમાણે ફેલાઈ રહ્યું છે. તેના માટે કેન્દ્ર અને રાજ્યની સરકારને જવાબદાર ઠેરવી છે. રેશમા પટેલે ETV Bharat સમક્ષ કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, જે સમયે કોરોના પર કાબૂ મેળવવા માટેની નીતિ અને રણનીતિ બનાવવાના સમયે વડાપ્રધાન, ગૃહપ્રધાન અને રાજ્યના મુખ્યપ્રધાન ચૂંટણી સભાઓને સંબોધવામાં વ્યસ્ત જોવા મળતા હતા. જેને કારણે ગુજરાતની સાથે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણને છુટ્ટો દોર મળ્યો છે અને તેના કારણે જ આજે શુક્રવારે કોરોના સંક્રમણ નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યું છે. જેના માટે કેન્દ્રની અને રાજ્યની સરકાર તેમજ બન્ને સરકારોના વહીવટદારો જવાબદાર હોવાનું જણાવીને સમગ્ર દેશને કોરોના મહામારીના સંકટમાં મૂકવા બદલ વડાપ્રધાન, ગૃહપ્રધાન અને રાજ્યના મુખ્યપ્રધાન ને જવાબદાર ઠેરવ્યા હતા.

કોરોના સંક્રમણને ફેલાવવા માટે સરકારને જવાબદાર ઠેરવતા NCP નેતા રેશ્મા પટેલ

સતત ફેલાઈ રહેલા કોરોના સંક્રમણ માટે આક્ષેપ કરતાં પ્રદેશ NCP મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલ

પ્રદેશ NCP મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલ 30 એપ્રિલે જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવ્યા છે. રેશ્મા પટેલે ETV Bharat સાથે કરેલી વાતચીતમાં કોરોનાનું સંક્રમણ ફેલાવવા માટે કેન્દ્ર અને રાજ્યની સરકાર સંપૂર્ણપણે જવાબદાર હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લાં 24 કલાકમાં 9,544 દર્દીઓ થયા સ્વસ્થ

પાછલા એક વર્ષ કરતા વધુ સમયથી દેશમાં કોરોનાનો કહેર યથાવત

રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, પાછલા એક વર્ષ કરતા વધુ સમયથી સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ હાહાકાર મચાવી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં કોરોના સંક્રમણને નાથવા તેમજ રસીકરણ અને અન્ય તબીબી સહાયતાઓ અને જરૂરિયાતો ઉપર ચિંતન કરવાને બદલે વડાપ્રધાનની સાથે ગૃહપ્રધાન કોરોનાની લડાઈ સામેના ચિંતનને કોરાણે મૂકીને ચૂંટણીની ચિંતામાં વ્યસ્ત બની ગયા હતા. જેને કારણે આજે સમગ્ર દેશ કોરોના જેવી વૈશ્વિક મહામારીના ભરડામાં સપડાઇ ચૂક્યો છે અને તેની કિંમત હવે નિર્દોષ લોકો પોતાનો જીવ આપીને ચૂકવી રહ્યા છે.

સરકાર સમય રહેતા બધું કરી શકવા માટે સક્ષમ હતી, પરંતુ બેદરકારીને કારણે કોરોના ને મળ્યું મોકળું મેદાન

રેશમા પટેલ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર તમામ વ્યવસ્થાઓ અને તબીબી સહાય તેમજ હોસ્પિટલોને પૂરતા સાધન સામગ્રીથી સુસજ્જ કરી શકે એટલી સક્ષમ આજે પણ જોવા મળી રહી છે પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકારની ઉદાસીનતા ભરી નીતિઓને કારણે આજે ગુજરાતની સાથે જૂનાગઢમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ભયાવહ બની રહ્યું છે. જેની આકરી કિંમત સામાન્ય લોકો ચૂકવી રહ્યા કે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં સત્તા પર બેઠેલો રાજકીય પક્ષ અને તેના કાર્યકરો સંકટના સમયને જાણે કે અવસરમાં ફેરવતા હોય તે પ્રકારે સામાન્ય લોકોને કોરોના જેવા ગંભીર વાઇરસના સંક્રમણની વચ્ચે છોડીને પોતાની સરકારની અને પક્ષની ઇમેજ સુધારવા માટે સતત કામ કરતો જોવા મળતો હતો.

આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,120 કેસ નોંધાયા, 174ના થયા મોત

રાજકીય પક્ષ ચૂંટણી જીતવાની અને લડવાની રણનીતિમાં વ્યસ્ત હતા

જે સમયે લોકોને કોરોના સંક્રમણ સામે સહાયની જરૂરિયાત હતી તે સમયે સત્તાસ્થાને બેઠેલો રાજકીય પક્ષ અને સરકારના પ્રતિનિધિઓ ચૂંટણી જીતવાની અને ચૂંટણી લડવાની રણનીતિમાં વ્યસ્ત બન્યા હતા તેને કારણે કોરોના જેવું સંક્રમણ હવે આજે ભયાવહ બનવા તરફ ખૂબ આગળ વધી રહ્યું છે જેના માટે રાજ્ય અને કેન્દ્ર સરકારને સંપૂર્ણ જવાબદાર ઠેરવીને રેશમા પટેલે સત્તાધારી રાજકીય પક્ષ પર ખૂબ આકરા પ્રહારો કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details