ગુજરાત

gujarat

ETV Bharat / city

પાટીદાર મહિલાઓએ રાજકારણમાં આગળ આવી નરેશ પટેલને પીઠબળ પૂરું પાડવા કરી હાકલ - નરેશ પટેલને પીઠબળ

પાટીદાર સમાજની મહિલાઓને આગળ આવવા જૂનાગઢ જિલ્લા પાટીદાર મહિલા પ્રમુખ નયના વઘાસીયાએ (Nayana Vaghasiya Statement On Patidar) આહ્વાન કર્યું છે. તેમણે નિવેદનમાં જણાવ્યું કે, મહિલાઓ સક્રિય રાજકારણમાં આગળ આવીને સમાજના મોભી અને ખોડલધામ સમિતિના પ્રમુખ નરેશ પટેલને પીઠબળ (Support to Naresh Patel) પૂરું પાડશે.

Nayana Vaghasiya
Nayana Vaghasiya

By

Published : Jan 24, 2022, 8:26 AM IST

જૂનાગઢ:આગામી દિવસોમાં પાટીદાર સમાજની મહિલાઓ સક્રિય રાજકારણમાં (Patidar women will come forward in politics) આગળ આવીને સમાજના મોભી અને ખોડલધામ સમિતિના પ્રમુખ નરેશ પટેલને પીઠબળ પૂરું પાડશે. આ નિવેદન જૂનાગઢ જિલ્લાપાટીદારમહિલા પ્રમુખ નયના વઘાસીયાએ આપ્યું છે.

પાટીદાર મહિલાઓએ રાજકારણમાં આગળ આવી નરેશ પટેલને પીઠબળ પૂરું પાડવા કરી હાકલ

આગામી દિવસોમાં મહિલાઓ સક્રિય રાજકારણમાં આવે તેવી ઈચ્છા

નયના વઘાસીયાએ વધુમાં જણાવ્યું છે કે, નરેશભાઈ સક્રિય રાજકારણમાં ન આવે તો ચાલશે પરંતુ મહિલાઓએ સક્રિય રાજકારણમાં આગળ આવીને નરેશભાઈને રાજકીય પીઠબળ પૂરું પાડવાનો સમય આવી ગયો છે અને આગામી દિવસોમાં મહિલાઓ સક્રિય રાજકારણમાં આવે તેવી તેઓ વ્યક્તિગત ઈચ્છા પણ રાખી રહ્યા છે. ખોડલધામ સમિતિ અને પાટોત્સવ દરમિયાન ખુબ મોટી સંખ્યામાં પાટીદાર સમાજની મહિલાઓ ઓનલાઈન જોડાઈ હતી અને માઁ ખોડલના પાટોત્સવના દર્શન કર્યા હતા.

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને જૂનાગઢ જિલ્લા મહિલા કન્વિનરનું સૂચક નિવેદન

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને જૂનાગઢ જિલ્લા મહિલા કન્વિનરનું સૂચક નિવેદન

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022) લઇને પાટીદાર સમાજની મહિલાઓ સક્રિય રાજકારણમાં આવે આ સૂચક નિવેદન જૂનાગઢ જિલ્લા પાટીદાર મહિલા કન્વીનર નયના વઘાસિયાએ આપ્યું છે. તેઓ સ્પષ્ટ માની રહ્યા છે કે, પાટીદાર મહિલાઓ વર્તમાન સમયમાં સક્રિય રાજકારણથી દૂર જવા મળે છે. જે સમાજની રાજકીય એકતા માટે પણ નુકસાનજનક માનવામાં આવે છે. આવા સમયે પાટીદાર મહિલા સક્રિય રાજકારણમાં આવે અને તેના થકી સમાજનું પ્રતિનિધિત્વ સક્રિય રાજકારણમાં તમામ રાજકીય પક્ષોમાં ઊભું થાય તો પાટીદાર સમાજની મહિલાઓને ખાસ કરીને સમાજની વર્ષો જૂની પડતર માગ છે તેને વધુ મજબૂત રાજકીય ફલક ઉપર ઉઠાવવામાં સરળતા પડશે. જેનો ફાયદો પાટીદાર સમાજને ચોક્કસ થશે તેમજ સર્વે સમાજની મહિલાઓ પણ જો સક્રિય રાજકારણમાં આવશે તેનાથી આપણી રાજકીય અને ખાસ કરીને મહિલા સશક્તિકરણની વાત છે તેમાં ખૂબ જ હકારાત્મક પરિણામો પણ મળી શકે છે.

આ પણ વાંચો: જામનગરમાં સાંસદ, ધારાસભ્ય બાદ કૃષિપ્રધાન રાઘવજી પટેલ કોરોના પોઝિટિવ

આ પણ વાંચો: હે... ના હોય...રાજકોટ સિવિલ હોસ્પિટલના 50 આરોગ્ય કર્મચારી કોરોના પોઝિટિવ

ABOUT THE AUTHOR

...view details