ગુજરાત

gujarat

ETV Bharat / city

Girnar Ascent Descent: રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં પાછલા 13 વર્ષનો રેકોર્ડ તૂટયો - રાષ્ટ્રીય ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પ

14મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ (Girnar Ascent Descent) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 11 રાજ્યમાંથી 449 જેટલા ભાઇઓ અને બહેનો સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જે પૈકી 284 ભાઈઓ અને 165 જેટલી મહિલા સ્પર્ધકો આમાં સામેલ થયા હતા.

Girnar Ascent Descent: રાષ્ટ્રીય ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં પાછલા 13 વર્ષનો રેકોર્ડ તૂટયો
Girnar Ascent Descent: રાષ્ટ્રીય ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં પાછલા 13 વર્ષનો રેકોર્ડ તૂટયો

By

Published : Feb 20, 2022, 6:03 PM IST

Updated : Feb 21, 2022, 8:48 AM IST

જૂનાગઢ:આજે 14મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ (Girnar Ascent Descent) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, તેલંગાણાના, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, બિહાર, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશ મળીને કુલ 11 રાજ્યમાંથી 449 જેટલા ભાઇઓ અને બહેનો સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જે પૈકી 284 ભાઈઓ અને 165 જેટલી મહિલા સ્પર્ધકો આમાં સામેલ થયા હતા.

Girnar Ascent Descent: રાષ્ટ્રીય ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં પાછલા 13 વર્ષનો રેકોર્ડ તૂટયો

ગુજરાત, હરિયાણા અને ઉત્તર પ્રદેશના સ્પર્ધકોનો દબદબો

આજે સવારના સાડા 6 કલાકે ભવનાથ તળેટીમાંથી 14 મી ગિરનાર રાષ્ટ્રીય આરોહણ અને અવરોહણ સ્પર્ધા (14 national girnar competition) શરૂ કરાઇ હતી, જેમાં બહેનો માટે માળીપરબ સુધી 2200 પગથિયા અને ભાઈઓ માટે અંબાજી મંદિર સુધી સાડાચાર હજાર પગથિયા ચડીને ઉતરવાનું એક કલાકના સમયમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત, હરિયાણા અને ઉત્તર પ્રદેશના સ્પર્ધકોનો દબદબો આ વર્ષે જોવા મળ્યો હતો.

આ પણ વાંચો:શું ભારતમાં વિદેશી નાગરિક ચૂંટણી પ્રચાર કરી શકે?

સિનિયર ભાઇઓ અને બહેનોમાં પાછલા 13 વર્ષનો રેકોર્ડ તૂટયો

14મી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં પાછલા 13 વર્ષનો રેકોર્ડ આ વર્ષે તૂટતો જોવા મળ્યો હતો, સિનિયર ભાઈઓમાં જૂનાગઢના (junagadh candidate in girnar competition) લાલા પરમારે 55 મિનિટ અને 33 સેકન્ડમાં ચડીને ઉતરીને એક સેકન્ડથી નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો. તેવી જ રીતે ઉત્તર પ્રદેશની તસ્મી સિંગે પણ 32 મિનિટ અને 15 સેકન્ડમાં માળી પરબ સુધીના 2200 પગથીયા ચડી અને ઉતરી પાછલો રેકોર્ડ તોડીને આ વર્ષે પોતાના નામે નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો. પાછલા કેટલાક વર્ષોથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં ગુજરાતના સ્પર્ધકોનો દબદબો ખાસ જોવા મળતો હતો, પરંતુ આ વર્ષે સિનિયર અને જુનિયર ભાઈઓ તેમજ બહેનોની સ્પર્ધામાં ગુજરાતની સાથે હરિયાણા અને ઉત્તર પ્રદેશના સ્પર્ધકોનો દબદબો પણ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:Ahmedabad serial blast: મૃત્યુદંડના 3 દોષિતોએ દાવો કર્યો છે કે ઈર્ષ્યાથી તેમની સામે જુબાની આપી

સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમાંક

ઉત્તર પ્રદેશની તસ્મી સિગે ગત વર્ષની વિજેતા ભૂત ભુમિકાને પાછળ રાખીને આ વર્ષે સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. સિનિયર ભાઈઓમાં સંઘ પ્રદેશ દિવના ચાવડા વિગ્નેશ પણ બીજા ક્રમાંકે રહીને સ્પર્ધામાં સંઘપ્રદેશ દીવનું ખાતું ખોલાવ્યું છે, પાછલા કેટલાક વર્ષોમાં ગીરનાર સ્પર્ધામાં ગુજરાતના સ્પર્ધકોનો દબદબો જોવા મળતો હતો, પરંતુ આ વર્ષે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના સ્પર્ધકો (Haryana candidate in girnar competition)એ ગુજરાતના સ્પર્ધકોને બરાબરની ટક્કર આપીને સ્પર્ધા જીતવામાં સફળ રહ્યા છે. આવતા વર્ષે આ જ સ્પર્ધકો વધુ મહેનત કરીને ગુજરાતના સ્પર્ધકોને વધુ સારી ટક્કર આપે તેવી શક્યતાઓ પણ છે.

Last Updated : Feb 21, 2022, 8:48 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details