ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢમાં 'નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે'ની ઉજવણી કરવામાં આવી - જૂનાગઢના તાજા સમાચાર

જૂનાગઢમાં શુક્રવારે 'નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે'ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના અધિકારીઓ અને મહિલા અગ્રણીઓએ હાજરી આપી હતી.

ETV BHARAT
જૂનાગઢમાં 'નેશનલ ગર્લ ડે'ની ઉજવણી કરવામાં આવી

By

Published : Jan 24, 2020, 11:58 PM IST

જૂનાગઢ: શુક્રવારે 'નેશનલ ગર્લ ડે' નિમિત્તે જૂનાગઢમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કુલ ખાતેથી જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને જૂનાગઢ મહાનગરના પૂર્વ મહિલા મેયરોએ 'બેટી બચાઓ, બેટી પઢાઓ'ના નારા સાથે રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં જૂનાગઢ શહેરની શાળામાં અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીઓ જોડાઇ હતી.

જૂનાગઢમાં 'નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે'ની ઉજવણી કરવામાં આવી

અત્યારના સમયે મહિલાઓ અને ખાસ કરીને યુવતીઓ સામે દુરાચારના અનેક બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે આજના દિવસની ઉજવણી વિશેષ મહત્ત્વ ધરાવે છે. જેથી 'બેટી બચાઓ, બેટી પઢાઓ'ના નારા સાથે શુક્રવારે 'નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે'ની ઉજવણી કરવામાં આવી હતી. આ રેલીમાં જૂનાગઢના પ્રથમ પૂર્વ મહિલા મેયર જ્યોતિબેન વાછાણી અને આધ્યા શક્તિ મજમુદારે પ્રેરક હાજરી આપી હતી.

જૂનાગઢમાં 'નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે'ની ઉજવણી કરવામાં આવી

ABOUT THE AUTHOR

...view details