ગુજરાત

gujarat

ETV Bharat / city

નાથ સંપ્રદાયની રાષ્ટ્રીય સ્તરની ગોષ્ઠી જૂનાગઢમાં સંપન્ન,યુપી-બિહારથી આવ્યા પરંપરાના સંશોધકો - જૂનાગઢ ગોરખનાથ મંદિર

જૂનાગઢમાં આવેલા ગોરક્ષનાથ આશ્રમમાં નાથ પરંપરાને (Nath Tradition Junagadh) લઈને રાષ્ટ્રીય સ્તરની ગોષ્ઠી નું આયોજન કરાયું હતું. જેમાં બિહાર-ઉત્તર પ્રદેશ સહિત દેશના મોટાભાગના રાજ્યોમાંથી નાથ પરંપરા પર અભ્યાસ કરી રહેલા સાહિત્યકારો અને લેખકોએ ભાગ લીધો હતો. નાથ પરંપરા વિશે આયોજિત બે દિવસની ગોષ્ઠીમાં ખૂબ મનોમંથન કર્યું હતું.

નાથ સંપ્રદાયની રાષ્ટ્રીય સ્તરની ગોષ્ઠી જૂનાગઢમાં સંપન્ન,યુપી-બિહારથી આવ્યા પરંપરાના સંશોધકો
નાથ સંપ્રદાયની રાષ્ટ્રીય સ્તરની ગોષ્ઠી જુનાગઢમાં સંપન્ન,યુપી-બિહારથી આવ્યા પરંપરાના સંશોધકો

By

Published : Jul 3, 2022, 8:18 PM IST

જૂનાગઢઃસૌરાષ્ટ્રની પવિત્ર ગણાતી ભૂમિ જૂનાગઢમાં (Nath Tradition Junagadh) નાથ પરંપરાને લઈને એક મોટી અને રાષ્ટ્રીય સ્તરની ગોષ્ઠી (Nath Tradition National Goshthi) યોજાઈ હતી. જેમાં બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાંથી આ પરંપરા પર અભ્યાસ કરી રહેલા સાહિત્યકાર તથા લેખકોએ (Writers and researcher Nath Tradition) ભાગ લીધો છે. જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવેલા ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં નાથ પરંપરાને લઈને બે દિવસની રાષ્ટ્રીય ગોષ્ઠીમાં ઉદ્ભવથી લઈ આજની સ્થિતિ સુધી ચર્ચા થઈ હતી. ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી સહિત દેશના ઘણા ખરા રાજ્યોમાંથી નાથ પરંપરા પર અભ્યાસ કરી રહેલા અભ્યાસુઓ જૂનાગઢ આવ્યા હતા.

નાથ સંપ્રદાયની રાષ્ટ્રીય સ્તરની ગોષ્ઠી જૂનાગઢમાં સંપન્ન,યુપી-બિહારથી આવ્યા પરંપરાના સંશોધકો

આ પણ વાંચોઃ ખાસ ખેડુતો માટે તૈયાક કરાયું આ અનોખુ સ્કૂટર, જૂઓ તસવીરો

વિચારોનું આદાન પ્રદાનઃપરંપરા વિશે સામાજિક આગેવાનો લેખકોએ હાલની સ્થિતિ અંગેની ચર્ચા કરી હતી. આ સાથે વિચારોનું આદાન પ્રદાન પણ કર્યું હતું. નાથ પરંપરા સાથે જોડાયેલા અભ્યાસુઓએ સક્રિય ભાગ લઈને નાથ પરંપરા પર આયોજિત વિશેષ ગોષ્ઠીમા સામેલ થઈ ને ચર્ચા વિચારણા કરી હતી તેમજ નાથ પરંપરા વિશે એકમેકના રાજ્યોમાં સર્જનનાત્મક રીતે નાથ પરંપરા પર થયેલા સાહિત્યનું સર્જન અને તેના વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર દેશમાંથી આવેલા નાથ સંપ્રદાયના અભ્યાસુઓએ ભાગ લીધો હતો.

નાથ સંપ્રદાયની રાષ્ટ્રીય સ્તરની ગોષ્ઠી જુનાગઢમાં સંપન્ન,યુપી-બિહારથી આવ્યા પરંપરાના સંશોધકો

પરંપરા કેટલી પૌરાણિક: નાથ સંપ્રદાય પર રાષ્ટ્રીય સ્તરની ગોષ્ઠીનું આયોજન કરવા પાછળનું મુખ્ય ઉદ્દેશ નાથ પરંપરા ભારતીય સંસ્કૃતિ પર આધારિત પરંપરા છે, તેનો વ્યાપ વર્તમાન સમયમાં કેટલો છે, નાથ પરંપરાને લઈને અભ્યાસુઓ અને ખાસ કરીને લેખકો, સાહિત્યકારો સામે કેવા પડકારો છે. તેમાંથી બહાર નીકળીને નાથ સંપ્રદાયના વિચારો અને તેનું મૂલ્ય ખાસ કરીને યુવા પેઢી સુધી કઈ રીતે પહોંચાડી શકાય તેને લઈને આજની રાષ્ટ્રીય ગોષ્ઠીમાં મનોમંથન કરવામાં આવ્યું હતું. નાથ સંપ્રદાય પર આયોજિત ગોષ્ઠી નાથ પરંપરા અને સંપ્રદાય કેટલો પ્રાચીન છે. તે કયા યુગથી ભારતીય ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. તેને લઈને પણ સાહિત્યકારો અને વિવેચકો દ્વારા ખૂબ ગહન ચિંતન અને મનન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડના વધુ એક આરોપીને મળી જન્મ ટીપ

કેવી રીતે ઉપયોગીઃ ગોષ્ઠીમાં એ ચિંતન કરવામાં આવ્યું હતું કે નાથ સાહિત્ય આપણે કઈ રીતે ઉપયોગી બની શકે. આપણા દ્વારા નાથ સાહિત્યને શું પ્રદાન કરી શકાય જેના થકી આવનારી નવી પેઢી નાથ સંપ્રદાય તેમજ પરંપરાને ખૂબ જ ગહનતાથી અપનાવી શકે. તે માટેના વિચારોનું આદાને પ્રદાન જૂનાગઢમાં આવેલા ગોરક્ષનાથ આશ્રમમાં બે દિવસ સુધી સમગ્ર દેશમાંથી આવેલા સાહિત્યકારો અને નાથ સંપ્રદાય પર અભ્યાસ કરતા અભ્યાસુઓ દ્વારા કરવામાં આવ્યું હતું

ABOUT THE AUTHOR

...view details