જૂનાગઢ:ઉમાધામ ગાંઠિલા ખાતે આજે (ganthila umadham Patotsav At Junagadh) મા ઉમિયાનો 14 મો પાટોત્સવ યોજાયો (naresh patel at ganthila umadham Patotsav 2022) હતો, જેમાં નરેશ પટેલ મા ઉમિયાના પાટોત્સવ મહોત્સવ માં હાજરી આપવા આવ્યાં હતા, તે સમયે (ganthila umadham Patotsav 2022) નરેશ પટેલે ધાર્મિક સંસ્થા પરથી કોઈ પણ પ્રકારનું રાજકીય નિવેદન કરવું યોગ્ય નહીં (Naresh Patels statement at Umadham) હોય તેમ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
ganthila umadham Patotsav 2022:ઉમાધામ ખાતે નરેશ પટેલનું નિવેદન, સર્વ સમાજના લોકો સાથે કરાશે બેઠક અન્ય સમાજના લોકો સાથે બેઠકો: વધુમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ કાગવડ ખોડલધામમાં અન્ય સમાજના લોકો સાથે બેઠકો થઇ હતી, આજે પણ બેઠક થનાર છે અને આવનારા સમયમાં પણ સર્વ સમાજના લોકો સાથે બેઠક થશે તેવું સૂચક નિવેદન કર્યું છે, આજે પણ નરેશ પટેલે સક્રિય રાજકારણમાં જોડાણને લઈને વધુ એક વખત સૂચક નિવેદનો મારફતે સક્રિય રાજકારણમાં ચોક્કસ આવશે તેવો ઈશારો ઉમાધામ ગાઠીલા ખાતે કર્યો છે
ganthila umadham Patotsav 2022:ઉમાધામ ખાતે નરેશ પટેલનું નિવેદન, સર્વ સમાજના લોકો સાથે કરાશે બેઠક સમાજની એકતાને લઈને સૂચક નિવેદન: ઉમિયા માતાજીના 14માં પાટોત્સવ નિમિત્તે ઉમાધામ ગાંઠિલા આવેલા નરેશ પટેલે સમાજની એકતાને લઈને પણ સૂચક નિવેદન કર્યું છે, નરેશ પટેલે માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કડવા અને લેઉવા પાટીદાર સમાજ મટીને આજે એક પાટીદાર સમાજ બન્યો છે. આ મા ઉમા અને ખોડલના આશીર્વાદ સમાન તેવો માની રહ્યા છે, વધુમાં નરેશ પટેલે મા.ઉમિયાના દર્શન કરીને પોતાની જાતને ધન્યા કરી હતી.
દલિત સમાજના આગેવાનો સાથે બેઠક: આ જ પ્રકારે માં ઉમા અને ખોડલ પાટીદાર સમાજ પર પોતાના આશીર્વાદ રૂપ કૃપા વરસાવતા રહે તેવી મા ઉમા ના દરબારમાં નરેશ પટેલે પ્રાર્થના કરી હતી. આજે ખોડલધામ કાગવડ ખાતે દલિત સમાજના આગેવાનો સાથે વધુ એક બેઠકનું આયોજન થયું છે, જેમાં નરેશ પટેલ હાજર રહેવાના છે. થોડા જ દિવસો બાદ નરેશ પટેલ વધુ એક વખત દિલ્હીની મુલાકાતે જશે, ત્યારબાદ તેમના રાજકીય પદાર્પણને લઈને પણ અંતિમ નિર્ણય થાય તેવી શક્યતાઓ છે.