ગુજરાત

gujarat

ETV Bharat / city

નરેશ પટેલ અને કોળી સમાજના અગ્રણીઓ સાથે બંઘ બારણે બેઠક, થઈ શકે છે  સુમેળનું સર્જન - ખોડલધામ સમિતિના ચેરમેન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને(Gujarat Assembly Election 2022) લઇને હવે રાજકીય ધમધમાટ ખૂબ જોવા મળી રહ્યો છે. આજે વધુ એક રાજકીય ઘટનાક્રમ સામે આવી રહ્યો છે ખોડલધામ સમિતિના ચેરમેન(Chairman of Khodaldham Committee) અને પાટીદાર અગ્રણી નરેશ પટેલની સાથે વિર માંધાતા ગ્રુપના અગ્રણી રાજુ સોલંકીની સાથે કોળી આગેવાનોની એક બેઠક ખોડલધામના કાગવડમાં યોજાઇ હતી જેમાં આગામી ચૂંટણીને લઈને પાટીદાર અને માંધાતા ગ્રુપ સાથે સંકળાયેલા કોળી સમાજ આગામી દિવસોમાં કોઈ મોટો રાજકીય નિર્ણય કરશે તેવી ચર્ચાઓ આગળ વધી રહી છે.

પાટીદાર અગ્રણી નરેશ પટેલ
પાટીદાર અગ્રણી નરેશ પટેલ

By

Published : Apr 3, 2022, 3:09 PM IST

Updated : Apr 3, 2022, 3:36 PM IST

જૂનાગઢ :નરેશ પટેલના સક્રિય રાજકારણ ને લઈને ખૂબ જ રાજકીય નિવેદનો અને ગતિવિધિઓ ઝડપભેર બદલાવાની સાથે આગળ વધી રહી છે. નરેશ પટેલે જણાવ્યું હતું કે તેઓ 30 માર્ચ સુધીમાં સક્રિય રાજકારણમાં જોડાશે કે નહીં તેને લઇને અંતિમ નિર્ણય કરશે. આ નિર્ણય કરવામાં હજુ પણ સમાજનું માર્ગદર્શન મળવાનું બાકી હોય આ નિર્ણય એપ્રિલ મહિનાના અંત સુધીમાં થાય તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી હતી ત્યારે આજે નરેશ પટેલની કાગવડ ખોડલધામ ખાતે વિર માંધાતા ગ્રુપ ના અગ્રણી રાજુ સોલંકી ની સાથે કોળી સમાજના અગ્રણીઓ અને નેતાઓ સાથે બંધબારણે બેઠક થઇ હતી.

આ પણ વાંચો - ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પોતાની કંપનીમાં અઠવાડિયાનું સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કર્યું

કોળી અને પાટીદાર સમાજ વચ્ચે સુમેળનું સર્જન -બેઠક પૂર્ણ થયા બાદ આ બેઠકમાં શિક્ષણ અને આરોગ્યને લઇને ચર્ચાઓ થઇ હોવાની વિગતો મળી રહી છે પરંતુ ચૂંટણીના સમયમાં બંધ બારણે કરવામાં આવેલી બેઠક અને તે પણ કોળી અને પાટીદાર સમાજ વચ્ચે સુમેળનું સર્જન થાય તેવી શક્યતાઓને પણ હાલના સમયે નકારી શકાય તેમ નથી અગાઉ પણ નરેશ પટેલ કહી રહ્યા છે કે તે સર્વ સમાજના નેતાઓ સાથે સંપર્કમાં છે અને તેમના પણ અભિપ્રાય મેળવી રહ્યા છે ત્યારે આજની આ બેઠક ગુજરાતના રાજકારણ માટે ખૂબ મહત્વની બની રહી છે જે આગામી વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર પણ આટલી જ અસરકારક સાબિત થશે.

આ પણ વાંચો - Naresh Patel's Decision : રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલે હજુ વધુ સમય માગ્યો

જાણો કઇ બેઠક પર છે દબદબો -જુનાગઢ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર આ લોકસભાની બેઠકો જેમાં પાટીદાર અને કોળી મતદારો ખૂબ જ નિર્ણાયક બની રહ્યા છે. પાટીદાર અને કોળી મતદારોનું એક સાથે આવવું કોઈ પણ રાજકીય પક્ષ ને હાર કે જીતનો સારો કે નરસો અનુભવ કરાવી શકે છે. આવી પરિસ્થિતિની વચ્ચે નરેશ પટેલ અને મંધાતા ગ્રૂપના અગ્રણી રાજુ સોલંકી વચ્ચેની બેઠક ખૂબ મહત્વની માનવામાં આવે છે. આજની બેઠકમાં થયેલી ચર્ચાઓ વ્યાપક પણે બહાર આવશે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે પરંતુ આ બેઠક આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઇને મળી છે અને તેમાં પાટીદાર અને કોળી સમાજનું પ્રભુત્વ જળવાઈ રહે વધુમાં બન્ને સમાજના અગ્રણીઓ અને સમાજનું હિત જે કોઇપણ રાજકીય પક્ષ આગળ લાવશે તેને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોળી અને પાટીદાર સમાજ પોતાનું સમર્થન આપશે તે વાત પણ ચોક્કસ બની શકે છે.

કઇ પાર્ટીમાં જોડાશે નરેશ પટેલ -જૂનાગઢ જિલ્લાની કેશોદ માંગરોળ ગીર-સોમનાથ જિલ્લાની સોમનાથ ઉના અને તાલાલા અમરેલી જિલ્લાની રાજુલા સહિત સાવરકુંડલા, અમરેલી, લાઠી અને ધારી ભાવનગર જિલ્લાની ભાવનગર પૂર્વ અને પશ્ચિમ તળાજા મહુવા પાલિતાણા ગારિયાધાર અને ભાવનગર ગ્રામ્ય ની સાથે બોટાદ જિલ્લાની બે વિધાનસભા બેઠક પર પણ કોળી અને પાટીદાર સમાજ ખૂબ જ નિર્ણાયક જોવા મળે અને આ વિધાનસભા સીટો પર પાટીદાર અને કોળી મતદારોનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. પાટીદાર અને કોળી જ્ઞાતિના મતદારો કોઈપણ રાજકીય પક્ષની તરફમાં કે વિરોધમાં મતદાન કરે તો પરિણામો અપેક્ષિત છે તેના કરતા ખૂબ વિપરીત આવી શકે છે તેવી શક્યતાઓની વચ્ચે પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ અને વિર માંધાતા ગ્રુપના અગ્રણી રાજુ સોલંકી વચ્ચે બંધબારણે થયેલી બેઠક રાજકીય રીતે ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે.

જ્ઞાતિનું સમીકરણ -સૌરાષ્ટ્રની જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર બેઠક પર પાટીદાર અને કોળી સમાજના મતદારો આજે પણ નિર્ણાયક જોવા મળે છે. ભાવનગર જુનાગઢ સુરેન્દ્રનગરના સાંસદ કોળી સમાજમાંથી આવે છે પોરબંદર, રાજકોટ અને અમરેલીના સાંસદ પાટીદાર સમાજ માંથી આવે છે જે સ્પષ્ટ બતાવી આપે છે કે સમગ્ર સૌરાષ્ટ્રની મોટા ભાગની ધારાસભા બેઠક પર કોળી અને પાટીદાર સમાજનું વર્ચસ્વ ખૂબ જ છે તેને અવગણવું કોઇ પણ રાજકીય પક્ષ માટે મુશ્કેલ છે આવી પરિસ્થિતિમાં આજે કાગવડમાં નરેશ પટેલ અને કોળી સમાજના અગ્રણી રાજુભાઈ સોલંકી વચ્ચેની બેઠક રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની છે. આ બેઠક હવે આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભા માટે જ્ઞાતિનું સમીકરણ પણ સ્પષ્ટ કરવા જઈ રહ્યું છે.

Last Updated : Apr 3, 2022, 3:36 PM IST

ABOUT THE AUTHOR

...view details