ગુજરાત

gujarat

ETV Bharat / city

નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્નાતક કક્ષાની પરીક્ષાઓ હાલ સ્થગિત - Corona virus

કોરોના વાઇરસને કારણે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્નાતક કક્ષાની પરીક્ષાઓ પાછી ઠેલવાનો નિર્ણય યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે, હવે આ પરીક્ષાઓ આગામી 7 જુલાઇએ શરૂ કરવાનું આયોજન યુનિવર્સિટીએ હાથ ધર્યું છે.

Narasimha Mehta University
નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્નાતક કક્ષાની પરીક્ષાઓ હાલ પુરતી સ્થગિત

By

Published : Jun 15, 2020, 7:49 PM IST

જૂનાગઢઃ કોરોના વાઇરસને કારણે નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્નાતક કક્ષાની પરીક્ષાઓ પાછી ઠેલવાનો નિર્ણય યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે, હવે આ પરીક્ષાઓ આગામી 7 જુલાઇએ શરૂ કરવાનું આયોજન યુનિવર્સિટીએ હાથ ધર્યું છે.

નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્નાતક કક્ષાની પરીક્ષાઓ હાલ પુરતી સ્થગિત

યુનિવર્સિટી દ્વારા સ્નાતક કક્ષાની પરીક્ષાઓ આગામી ૨૫ જૂનથી લેવાનું આયોજન કરાયું હતું, જેમાં હવે ફેરફાર કરીને નવા સમયપત્રક મુજબ નવુ ટાઈમ ટેબલ યુનિવર્સિટીએ સોમવારે જાહેર કર્યું છે, જે મુજબ આગામી 7 જુલાઈથી પરીક્ષાઓ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્નાતક કક્ષાની પરીક્ષાઓ હાલ પુરતી સ્થગિત

યુનિવર્સિટીએ થોડા દિવસ અગાઉ સ્નાતક કક્ષાની પરીક્ષાઓ 25 જૂનથી શરૂ કરવાનું નક્કી કરાયું હતું. તે મુજબ યુનિવર્સિટી દ્વારા તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી, પરંતુ કોરોના વાઇરસ અત્યારે જે પ્રમાણે આગળ વધી રહ્યો છે. તેને ધ્યાને રાખીને યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા 25 જૂનથી શરૂ થતી તમામ પરીક્ષાઓ હાલ પુરતી સ્થગીત કરવાનો નિર્ણય કરાયો છે. તેમજ હવે આ પરિક્ષાઓ આગામી 7 જુલાઇથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details