જૂનાગઢશ્રાવણ વદ પાંચમ એટલે કે આજે નાગ પંચમી 2022 નો Nag Panchami 2022 તહેવાર ધાર્મિક આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યો છે. જૂનાગઢમાં આવેલા ખેતલીયા દાદાના મંદિર Junagadh Khetalia Dada Mandir માં વહેલી સવારથી ભાવિકોએ નાગદેવતાના દર્શન કરીને નાગ પંચમીના ધાર્મિક પર્વની ઉજવણી શરૂ કરી છે. નાગ પંચમીના દિવસે નાગદેવતાને દૂધ નૈવૈધ ધરીને પૂજા Nag Panchami Puja કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે તેવી માન્યતાનેે લઈને શ્રાવણ વદ પાંચમના દિવસે નાગ પંચમીનો તહેવાર ધાર્મિક આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યો છે.
શ્રાવણ વદ પાચમના દિવસે નાગ પંચમીની થાય છે ઉજવણીસનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં પશુ પક્ષી વૃક્ષો વનસ્પતિ વગેરેનું સન્માન થાય અને તેની સાથે પ્રત્યેક વ્યક્તિની આત્મિકતા વધે તે માટે શાસ્ત્રોમાં ગૌ પૂજા શસ્ત્ર પૂજા વૃક્ષ પૂજા અને નાગપૂજાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે ત્યારે શ્રાવણ વદ પાંચમના દિવસે નાગદેવતા પૂજનનું વિશેષ મહત્વ સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં જોવા મળે છે. આર્ય સંસ્કૃતિએ નાગને દેવ તરીકે પણ સ્વીકાર્યા છે.
ધાર્મિક માન્યતાઓનાગદેવતા ખેતરનું રક્ષણ કરતા હોવાથી તેને ક્ષેત્રપાળ તરીકે પણ પૂજવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં લખ્યું છે કે નાગોમાં હું વાસુકી નાગ છુ ત્યારે સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય તે માટે ગળામાં સર્પને ધારણ કર્યો છે તેથી દેવાધિદેવ મહાદેવ નીલકંઠ પણ કહેવાય છે. સાપોની આવી અનેક ધાર્મિક માન્યતાને લઈને આજે શ્રાવણ વદ પાંચમના દિવસે નાગ પંચમીનો તહેવાર સનાતન હિન્દુ ધર્મમાં મનાવવામાં આવી રહ્યો છે.