- આંખોથી સૃષ્ટિને નહીં જોઈ શકનાર દિવ્યાંગો સંગીતના માધ્યમથી કરશે સૃષ્ટિનું દર્શન
- દિવ્યાંગ વ્યક્તિઓને તબલા અને હાર્મોનિયમની આપવામાં આવી ભેટ
- સંગીતના સાધનો ભેટમાં મળતા દિવ્યાંગો ખુશીથી ઝૂમી ઊઠ્યા
જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં રહીને તાલીમ મેળવી રહેલા 12 જેટલા દિવ્યાંગ યુવક અને યુવતીને સુખ પરિવાર દ્વારા સંગીતના સાધનો ભેટમાં આપવામાં આવ્યા છે. આ દિવ્યાંગ વ્યક્તિઓ વિશ્વને આંખોથી નહીં જોઈ શકવાનો જે વસવસો હતો તે સંગીતના સાધનોથી જાણે કે દૂર થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સંગીતના સાધનો ભેટમાં મળવાથી દિવ્યાંગ યુવક અને યુવતીઓ જાણે કે ખુશીથી ઝુમી ઉઠયા હતા અને તબલા અને હાર્મોનિયમ થકી 'ઇતની શક્તિ હમે દેના દાતા કી મનકા વિશ્વાસ કમજોર હોના' ગીત એક કલાકારોની માફક રજૂ કરીને મળેલી ભેટને સાર્થક કરી હતી.
જૂનાગઢના 'સુખ પરિવાર' દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સંગીતના સાધનો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા દિવ્યાંગોને કુદરતે આપેલી અમૂલ્ય કલા સંગીતના સાધનોથી વધુ વિસ્તૃત થશે
દિવ્યાંગોમાં કુદરતે અનેક કલાઓ શક્તિના રુપમાં ભરેલી હોય છે તે વારસો સંગીતના સાધનો થકી ઉજાગર થતો જોવા મળશે. મોટાભાગનાં દિવ્યાંગો કલાકાર હોય છે અને મોટાભાગે તેઓ સંગીતની દુનિયામાં ખૂબ સારો કલા વારસો જન્મજાત મેળવતા હોય છે. આવી પરિસ્થિતિમાં હવે જ્યારે આ દિવ્યાંગોને સંગીતની સાધના કરવા માટેના સાધનો ભેટમાં મળી આવ્યા છે ત્યારે દિવ્યાંગોની આંખોમાં સંગીત રુપી અજવાળું પાથરવા માટે ખૂબ જ મહત્વના સાબિત થશે. સંગીતના સાધનો મેળવતાની સાથે જ દિવ્યાંગોએ પોતાને મળેલા અદભુત કલા વારસાનો પરિચય આપ્યો હતો અને ભેટમાં મળેલા તબલા અને હાર્મોનિયમથી ગીત રજુ કરીને તેમને મળેલી ભેટ એમના જીવનમાં સંગીત રુપી અજવાળું પાથરશે તેવો વિશ્વાસ પણ અપાવ્યો હતો.
આ પણ વાંચો : CBSE આજે 18 ઓક્ટોબરે 10મી અને 12મી વર્ગની તારીખ પત્રક બહાર પાડશે
આ પણ વાંચો : આ બોલિવૂડ અભિનેત્રીને થયો કોરોના, તો પણ વેક્સિન લેવાની પાડી 'ના'