ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ મનપાનું 72 લાખ 95 હજારના પુરાંત વાળુ 355.96 કરોડનું બજેટ રજૂ

જૂનાગઢ મનપાનુ વર્ષ 2020-21નું બજેટ સોમવારે મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. જેમાં તેમણે અંદાજીત 72 લાખ કરતા વધુની પુરાંત વાળુ 355.96 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં કોઈ ખાસ નવા કરવેરા સૂચવવામાં આવ્યા નથી, પરંતુ વહીવટી ખર્ચ ઘટે અને આવકમાં વધારો થાય તેવા પ્રયાસો કેન્દ્રસ્થાને રાખીને આ બજેટ બનાવવામાં આવ્યું હતું.

ETV BHARAT
મનપાના કમિશ્નરે રજૂ કર્યું 72 લાખ 95 હજારના પુરાંત વાળુ 355.96 કરોડનું બજેટ

By

Published : Jan 27, 2020, 9:39 PM IST

જૂનાગઢ: આ બજેટમાં સફાઈને અગ્રીમતા મળી રહે અને લોકો સફાઈ પ્રત્યે વધુ જાગૃત થાય તે માટે ગાર્બેજ ચાર્જીસમાં 1 રૂપિયા સુધીનો વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ મનપા વિસ્તારમાં પાણીવેરો હાલ 700 રૂપિયા લેવામાં આવી રહ્યા છે, જેને લગભગ બમણાથી પણ વધુ કરીને 1500 રૂપિયા સુધીનો કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી.

મનપાના કમિશ્નરે રજૂ કર્યું 72 લાખ 95 હજારના પુરાંત વાળુ 355.96 કરોડનું બજેટ

જૂનાગઢ મનપા વિસ્તારમાં કોઈ મોટા ઉદ્યોગો આવેલાં નથી જેને લઈને મનપાની આવકમાં ખૂબ જ ધીમા પગલે વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાને રાખીને ઔદ્યોગિક વસાહતોમાં આવેલા ખુલ્લા પ્લોટમાં હાલ 3 રૂપિયાનો વહીવટી ચાર્જ લેવામાં આવતો હતો, જેમાં વધારો કરીને 5 રૂપિયા સુધી કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત રહેણાક મિલકતો પર પ્રતિ ચોરસ મીટર 22ના બદલે 30 અને બિન રહેણાક મિલકતો પર 40ની જગ્યા પર 50 રૂપિયા સુધીનો કરવેરો સૂચવવામાં આવ્યો છે. જે કરદાતાઓ 2020 સુધીમાં પાછલી કરની બાકી રકમ જમા કરાવે તો તેમાં તેને 10 ટકાનું વળતર અને આ કરદાતા તેનું ટેક્સ ઓનલાઇન ભરે તો તેમાં 12 ટકા સુધીનું વળતર આપવાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. આ ઉપરાંત જો કરદાતા તેની બાકી રહેતો તમામ કર એક સાથે ભરપાઈ કરવાની તૈયારી દર્શાવે તો આવા તમામ કરદાતાઓને વ્યાજમાં 50 ટકા માફી આપવાની ભલામણ પણ કરવામાં આવી છે

આ ઉપરાંત જૂનાગઢ મહાનગરમાં બગીચા, ટ્રાફિક આયર્લેન્ડ વેલિંગ્ટન, ડેમ સહિતના કેટલાક લોક ઉપયોગી અને પ્રવાસન સ્થળોના વિકાસ કરવાની દરખાસ્ત બજેટમાં કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ મનપા વિસ્તારમાં કેટલીક જગ્યા પર આસામીઓ દ્વારા વૃક્ષ છેદન કરવામાં આવી રહ્યું છે, જેની પરવાનગી માટેનો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવાની દરખાસ્ત આ બજેટમાં કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details