- મ્યુકોરમાઈકોસિસને લઈને ETV Bharatની જૂનાગઢના તબીબ સાથે ખાસ વાતચીત
- માત્ર કોરોના બાદ જ નહીં, કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે મ્યુકોરમાઈકોસિસ
- મ્યુકોરમાઈકોસિસ સામે તકેદારી અને સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી
જૂનાગઢ: કોરોના કાળમાં મ્યુકોરમાઈકોસિસ હડકંપ મચાવી રહ્યો છે. હાલમાં સમગ્ર રાજ્યમાં તેના દર્દીઓની સંખ્યામાં નોંધનીય વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે જૂનાગઢના જાણીતા આઈ સર્જન ડૉ. મિતેશ ખોખાણી સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, પૂરતી સાવચેતી અને તકેદારી સાથે ઉપચાર મળી રહે તો આ બીમારીથી બચી શકાય તેમ છે. જોકે, પ્રારંભિક તબક્કામાં જો લોકો બેદરકારી દાખવે તો ફૂગનો ચેપ મગજ સુધી પણ વિસ્તરી શકે છે. જે દર્દીની હાલત વધુ ઘાતકી બનાવી શકે છે.