ગુજરાત

gujarat

ETV Bharat / city

Mrs. India Michigan Competition: અમેરિકામાં જૂનાગઢની તબીબ મહિલાનો દબદબો, જીતી મિસીસ ઈન્ડિયા મિશિગન સ્પર્ધા - JUNAGADH NEWS

મૂળ જૂનાગઢના વતની અને હાલ અમેરિકાના મિશિગન રાજ્યમાં રહેતી ડૉક્ટર પાયલ શાહે સાત સમંદર પાર જૂનાગઢનું નામ રોશન કર્યું છે. મિશિગન રાજ્યમાં યોજાતી મિસીસ ઇન્ડિયા મિશીગન સ્પર્ધા (Mrs. India Michigan Competition) માં અવ્વલ નંબરે રહીને જૂનાગઢનું નામ રોશન કર્યું છે. આગામી 16મી જુલાઇના દિવસે મિસ ઈન્ડિયા અમેરિકા સ્પર્ધામાં ભાગ લેશે.

Mrs. India Michigan Competition
Mrs. India Michigan Competition

By

Published : Jul 5, 2021, 7:28 AM IST

  • મુળ જૂનાગઢની મહિલા ડૉક્ટર પાયલ શાહે અમેરિકાના મિશિગનમાં બની મિસીસ ઇન્ડિયા મિશીગન
  • સાત સમંદર પાર જૂનાગઢનું નામ રોશન કરતી પાયલ શાહ
  • આગામી 16મી તારીખે મિસીસ ઇન્ડિયા અમેરિકા સ્પર્ધામાં લેશે ભાગ

જૂનાગઢ: મૂળ જૂનાગઢની અને પાછલા કેટલાક વર્ષોથી અમેરિકાના મિશિગન રાજ્યમાં રહીને તબીબ તરીકેનો વ્યવસાય કરતા ડૉક્ટર પાયલ શાહે સાત સમંદર પાર જૂનાગઢનું નામ રોશન કર્યું છે. અમેરિકાના મિશિગન રાજ્યમાં યોજાતી મિસીસ ઈન્ડિયા મિશીગન સ્પર્ધા (Mrs. India Michigan Competition) માં ભાગ લઈને અવ્વલ આવી હતી. મિશિગન રાજ્યમાં ભારતીયોની સંખ્યા ખૂબ વધારે જોવા મળે છે, ત્યારે અહીં ભારતીય લોકો પણ સામાજિક ઉત્સવો મનાવી શકે તે માટે કેટલાક ઉત્સવોનું આયોજન થતું હોય છે. ત્યારે મિસીસ ઇન્ડિયા મિશીગન સ્પર્ધાનું આયોજન થયુ હતુ. જેમાં જૂનાગઢની પાયલ શાહ વિજેતા બની હતી.

આ પણ વાંચો:મિર્ઝાપુરની ગુંજન અમદાવાદના ફેશન શોમાં મિસીસ ઈન્ડિયા બની

આગામી 16મી જુલાઇએ મિસીસ ઈન્ડિયા અમેરિકા સ્પર્ધામાં ભાગ લેશે

આગામી 16મી જુલાઈના દિવસે અમેરિકાના ન્યૂજર્સીમાં મિસીસ ઇન્ડિયા અમેરિકા સ્પર્ધાનું આયોજન થશે. જેમાં ડૉક્ટર પાયલ શાહ મિશીગન રાજ્ય વતી મિસીસ ઈન્ડિયા અમેરિકા સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં પ્રથમ આવનારા મહિલાને મિસીસ ઈન્ડિયા અમેરિકાનો ખિતાબ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના તમામ રાજ્યોમાં આ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન થતુ હોય છે અને અંતિમ તબક્કામાં મિસીસ ઈન્ડિયા અમેરિકા સ્પર્ધાનું આયોજન થાય છે. જેમાં વિજેતા બનનારી ભારતીય મહિલા મિસીસ ઈન્ડિયા અમેરિકાનો ખિતાબ મેળવે છે.

જૂનાગઢનું નામ રોશન કરશે તેવું જુનાગઢ વાસીઓ માની રહ્યા છે

જૂનાગઢની ડૉક્ટર પાયલ શાહ મિસિસ મિશીગન બાદ મિસીસ ઈન્ડિયા અમેરિકાનો ખિતાબ મેળવીને જૂનાગઢનું નામ રોશન કરશે તેવું જુનાગઢ વાસીઓ માની રહ્યા છે.

આ પણ વાંચો:જુઓ: તાજવાળી ક્ષણ અને રિલેટેબલ મિસ યુનિવર્સ હોવાના લક્ષ્ય પર એન્ડ્રીયા મેઝા

ABOUT THE AUTHOR

...view details