ગુજરાત

gujarat

ETV Bharat / city

દાહોદ અને પંચમહાલ તરફ જતી મોટાભાગની ST બસો આગામી 26 તારીખ સુધી ફુલ - જીએસઆરટીસી

આગામી 26 તારીખ સુધી જૂનાગઢ ડિવિઝન નીચે ચાલતી ગોધરા, દાહોદ, કવાંટ, સંતરામપુર અને છોટાઉદેપુર સહિતના મોટાભાગના રૂટો પર આગામી 26 તારીખ સુધી ચાલતી તમામ બસોનું એડવાન્સ બુકિંગ ફૂલ થઇ ગયેલું છે. આ વિસ્તારમાંથી આદિવાસી શ્રમિકો ખેતીકામ માટે જૂનાગઢ તરફ આવતા હોય છે. હોળીના તહેવારને લઈને ફરી શ્રમિકો પોતાના વતન તરફ જતા આ વિસ્તારની તમામ બસનો ઓનલાઇન બુકિંગ આગામી 26 તારીખ સુધી ફુલ જોવા મળે છે.

ગોધરા-દાહોદ તરફ જતી તમામ બસોનું એડવાન્સ બુકિંગ થયું ફૂલ
ગોધરા-દાહોદ તરફ જતી તમામ બસોનું એડવાન્સ બુકિંગ થયું ફૂલ

By

Published : Mar 23, 2021, 8:58 PM IST

  • ગોધરા-દાહોદ તરફ જતી તમામ બસોનું એડવાન્સ બુકિંગ થયું ફૂલ
  • આગામી 26 તારીખ સુધી છોટાઉદેપુર-કવાંટ સહિતના રૂટો પર એડવાન્સ બુકિંગ ફુલ
  • હોળીના તહેવારને લઈને આદિવાસી શ્રમિકો વતન પરત ફરતા એડવાન્સ બુકિંગ ફુલ

જૂનાગઢ: જિલ્લાના ST વિભાગ નીચે આવતા વિવિધ ડેપોમાંથી પ્રવાસીઓ માટે ચાલતી STના રુટો દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, કવાંટ, પટવેલ સહિતના STના રૂટ આગામી 26 તારીખ સુધી રિઝર્વેશનમાં ફુલ જોવા મળી રહ્યા છે. દાહોદ-ગોધરા તરફ જતી ST બસનું રિઝર્વેશન અને આગામી 26 તારીખ સુધી ફુલ જોવા મળી રહ્યું છે. આ વિસ્તારના આદિવાસી શ્રમિકો જૂનાગઢ-ગીર સોમનાથ વિસ્તારમાં ખેતીકામ માટે આવતા હોય છે, ત્યારે હોળીના તહેવારને લઈને આ શ્રમિકો પરત તેમના વતન જતા હોય છે. જેને કારણે આ વિસ્તારમાં ચાલતી STની તમામ બસો આગામી 26 તારીખ સુધી ફુલ રિઝર્વેશનમાં જોવા મળી રહી છે.

ST બસો આગામી 26 તારીખ સુધી ફુલ

આ પણ વાંચો:હોળીના તહેવારને ધ્યાનમાં રાખી ST નિગમે વધારાની બસો દોડાવનાનો નિર્ણય કર્યો

આદિવાસી સમાજ વતન પરત ફરી રહ્યા છે

આદિવાસી સમાજમાં હોળીના તહેવારને લઈને ખૂબ ધાર્મિક મહત્વ જોવા મળે છે. દાહોદ, ગોધરા, સંતરામપુર, છોટાઉદેપુર, કવાંટ અને પટવેલ વિસ્તારમાંથી આવતાં આદિવાસી શ્રમિકો હોળીનો તહેવાર તેમના વતનમાં જ ઉજવે છે. જેને ધ્યાને રાખીને મજૂરી કામ માટે આવેલા આદિવાસી શ્રમિકો ફરીથી તેમના વતન પરત ફરી રહ્યા છે. જેને કારણે આ વિસ્તાર તરફ જતી STની તમામ બસો ઓનલાઇન ફુલ રિઝર્વેશનમાં જોવા મળી રહી છે. આગામી હોળી-ધુળેટીનો તહેવાર પૂર્ણ થયા બાદ આ વિસ્તારમાંથી જૂનાગઢ તરફ આવતી ST બસોનું રિઝર્વેશન પણ સામાન્ય દિવસોની માફક ફુલ જોવા મળશે.

આ પણ વાંચો:ભાવનગરમાં એસટી બસની સેવા પ્રવાસીઓ માટે સુવિધાઓથી સજ્જ, એસટી કર્મચારીઓ પણ ખુશ

ABOUT THE AUTHOR

...view details