ગુજરાત

gujarat

ETV Bharat / city

ક્યાં વિસ્તારના ધારાસભ્યે ખેડૂતોનું સન્માન કરવાની માંગ રાજ્ય સરકાર તરફ કરી? - ખેડૂતોના સન્માન માટેની પહેલ

જૂનાગઢમાં વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય(Congress MLA from Visavadar Junagadh) હર્ષદ રિબડીયાએ સરકાર સમક્ષ ખેડૂતોના સન્માન અંગે માંગ(Demand to respect farmers) કરી છે. શું કેહવું હર્ષદ રિબડીયાનું? આ ધારાસભ્યનું ખેડૂતો વિશે, ચાલો જાણીયે આ અહેવાલમાં.

ક્યાં વિસ્તારના ધારાસભ્યે ખેડૂતોનું સન્માન કરવાની માંગ રાજ્ય સરકાર તરફ કરી?
ક્યાં વિસ્તારના ધારાસભ્યે ખેડૂતોનું સન્માન કરવાની માંગ રાજ્ય સરકાર તરફ કરી?

By

Published : Jun 21, 2022, 9:27 PM IST

જૂનાગઢ:વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય(Congress MLA from Visavadar Junagadh) હર્ષદ રિબડીયા એ રાજ્ય સરકાર સમક્ષ ખેડૂતોના સન્માન કરવાની માંગ(Demand to respect farmers) કરી છે. ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્ય સરકાર વાવણી કરી રહેલા રાજ્યના પ્રત્યેક ખેડૂતનો તલાટીથી લઈને સરકારના પ્રધાન સુધીના વ્યક્તિઓ સન્માન કરીને ખેડૂતોને વાવણીની શુભેચ્છાઓ આપે તેવી માંગ કરી છે.

રાજ્યના પ્રત્યેક ખેડૂતનો તલાટીથી લઈને સરકારના પ્રધાન સુધીના વ્યક્તિઓ સન્માન કરીને ખેડૂતોને વાવણીની શુભેચ્છાઓ આપે તેવી માંગ કરી છે.

આ પણ વાંચો:Crops fail due to fake seeds : નકલી બિયારણના લીધે સાબરકાંઠામાં નિષ્ફળ ગયો આ પાક, રોષિત ખેડૂતો કરી રહ્યાં છે આ માગ

વિસાવદરના ધારાસભ્યની ખેડૂતલક્ષી માંગ -વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્યના હર્ષદ રિબડિયાએ આજે રાજ્યમાં સર્વ પ્રથમ વખત ખેડૂતોના સન્માન માટેની પહેલ(Initiatives to honor farmers) કરી છે. હર્ષદ રિબડિયાએ રાજ્ય સરકાર સમક્ષ વાવણી કરી રહેલા રાજ્યના પ્રત્યેક ખેડૂતોનું ખેતરમાં સન્માન કરવામાં આવે તેવી માંગ તેમણે કરી છે. ખેતરમાં ખેડૂત સન્માન અભિયાનની શરૂઆત વિસાવદર પંથકમાં ધારાસભ્ય હર્ષદ રિબડીયા એ વાવણી કરતા ખેડૂતનું સન્માન કરીને જગતના તાતને પ્રોત્સાહિત કર્યા છે. આ પ્રકારની સન્માન અને પ્રોત્સાહન કાર્યક્રમ રાજ્યના પ્રત્યેક ખેડૂતો માટે થાય તે માટેની માંગ વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રિબડીયા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે.

હર્ષદ રિબડિયાએ રાજ્ય સરકાર સમક્ષ વાવણી કરી રહેલા રાજ્યના પ્રત્યેક ખેડૂતોનું ખેતરમાં સન્માન કરવામાં આવે તેવી માંગ તેમણે કરી છે.

તલાટીથી લઈને મુખ્યપ્રધાન સુધી ખેડૂતોનું ખેતરમાં કરે સન્માન - વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રિબડીયા ખેડૂતોના સન્માન પાછળ પોતાનો તર્ક રજૂ કરતા જણાવી રહ્યા છે કે, જગતનો તાત સમગ્ર વિશ્વનું પેટ ભરી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો માટે ચોમાસાની ઋતુની વાવણી ખૂબ મહત્વની અને ખેડૂતની લાગણી સાથે જોડાયેલી હોય છે. આવા કિસ્સામાં રાજ્યના પ્રત્યેક ખેડૂતનું ગામના તલાટીથી લઈને રાજ્યના મુખ્ય પ્રધાન સુધીની વ્યક્તિ પ્રત્યે ખેડૂતનુ ખેતરમાં જઈને વાવણી કરવા બદલ સન્માન કરે આમ કરવાથી ખેડૂતોને ખેતી પ્રત્યેનો જુસ્સો વધુ બુલંદ થશે.

આ પણ વાંચો:નાના ખેડૂતો માટે નેટ હાઉસ બનશે ઉપયોગી, જાણો તેમની ખાસિયત

ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કરી પહેલ -આ સાથે સાથે ખેડૂતોની લાગણી સાથે પણ સરકાર અને પ્રજાના પ્રતિનિધિ જોડાઈ શકશે. જેને કારણે ખેડૂત ખૂબ જ ખંત મહેનત અને સાચા અર્થમાં ખેતી કરીને જગતના તાતનુ નામને પરિપૂર્ણ કરી શકશે. તેવુ ખમીર અને ખંત ખેતરમાં ખેડૂતોનું સન્માન કરવાથી જગતના તાતમાં નિર્માણ થઈ શકશે. તેની પહેલ અને શરૂઆત આજે જૂનાગઢના વિસાવદર વિધાનસભા મતક્ષેત્રમાંથી ખુદ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કરી છે.

ABOUT THE AUTHOR

...view details