ગુજરાત

gujarat

ETV Bharat / city

રૈયાણીએ ભાંગરો વાટ્યો કહ્યું આપણો દેશ 1997માં આઝાદ થયો

જૂનાગઢના કેશોદમાં મહેમાન બનીને આવેલા રાજ્યપ્રધાન અરવિંદ રૈયાણીએ Minister Arvind Raiyani બોલવામાં ભાંગરો વાટ્યો હતો. એમની વાત પરથી એમના જ્ઞાન અને બોલવાના મુદ્દે સવાલ થઈ રહ્યા છે. જૂનાગઢના કેશોદ ધ્વજવંદન કરવા 15 august 2022 independence day Celebrationમાટે આવેલા અરવિંદ રૈયાણીએ જાહેર મંચ પરથી જણાવ્યું એમાં આઝાદીનું વર્ષ ખોટું બોલી ગયા હતા.

રૈયાણીએ ભાંગરો વાટ્યો કહ્યું આપણો દેશ 1997માં આઝાદ થયો
રૈયાણીએ ભાંગરો વાટ્યો કહ્યું આપણો દેશ 1997માં આઝાદ થયો

By

Published : Aug 15, 2022, 6:09 PM IST

જૂનાગઢઃસમગ્ર દેશમાં સ્વતંત્રના પર્વની રાષ્ટ્રભક્તિ સાથે ઉજવણી (15 august 2022 independence day Celebration) કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ દરેક જિલ્લામાં રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા ચાર દિવસથી ગુજરાત રાજ્યના જુદા જુદા તાલુકા જિલ્લાઓમાં (Tiranga Yatra Gujarat) તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. એવામાં સૌરાષ્ટ્રના જૂનાગઢમાં પણ પોલીસ વિભાગે એક તિરંગાયાત્રા યોજી હતી. જેમાં લઘુમતી કોમના લોકો પણ રાષ્ટ્રપ્રેમ સાથે જોડાયા હતા. એ યાત્રાને આવકારી હતી. પરંતુ સ્વંત્રતા પર્વના દિવસે એટલે કે 15 ઓગસ્ટના રોજ જૂનાગઢના કેશોદમાં (Junagadh Keshod) મહેમાન બનેલા ભાજપ સરકારના નેતા અરવિંદ રૈયાણીએ (Minister Arvind Raiyani) બોલવામાં ભાંગરો વાટ્યો છે. જોકે આ કોઈ પહેલો કિસ્સો નથી કે નેતાઓએ પોતાના જ્ઞાનનું પ્રદર્શન કર્યું હોય

આ પણ વાંચોઃ સરખેજમાં 2500 ફુટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગાયાત્રા નીકળી દેશભક્તિમય માહોલ

આવું બન્યુ હતુઃજુનાગઢના કેશોદ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણીનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારના રાજ્યપ્રધાન અરવિંદ રૈયાણી ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. એમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી. સ્વતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. ધ્વજવંદન કર્યા બાદ પ્રધાન અરવિંદ રૈયાણી એ પોતાના સંબોધનમાં એવું કહ્યું કે, આપણો દેશ 15 ઓગસ્ટ 1997 ના દિવસે આઝાદ થયો છે. જોકે, હકીકત એવી છે કે, આપણ દેશ 1947માં આઝાદ થયો હતો. આ પ્રકારના ગોટાળો થતા તેમણે મંચ પરથી કર્યો હતો. એક બાજુ આઝાદી કા અમૃત મહોત્સ્વ એટલે કે 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. તો બીજી બાજું સરકારના પક્ષના નેતાએ જ મંચ પરથી આવું બાફી માર્યું હતું.

આ પણ વાંચોઃ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ, સેંકડો દર્દીઓને આપી રહી છે રાહત

આવું બાફી નાંખ્યુઃઉત્સાહમાં આવેલા નેતાઓ ક્યારેક એવું બોલી બેસે છે કે પછીથી એમને જ શરમથી નીચું જોવાનો કે જાહેરમાં ક્ષમા માગવાનો વારો આવે છે. ગુજરાત સરકારના પ્રધાનો આવો બફાટ કરીને ઉજવણીને નિરર્થક બનાવી રહ્યા છે. પણ આ સાથે લોકોમાં ચર્ચા એવી પણ છે કે એક નેતા કે પ્રધાનને એટલું પણ જ્ઞાન નહીં હોય કે દેશ ક્યા વર્ષમાં આઝાદ થયો? સમયાંતરે નેતાઓના અધુરા જ્ઞાનનો ઘડો છલકાય છે એ પણ એવા સમયે જ્યારે હજારોની જનમેદની બેઠી હોય.

ABOUT THE AUTHOR

...view details