ગુજરાત

gujarat

ETV Bharat / city

હવામાન વિભાગની આગાહી, દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠાની શક્યતા - ધોધમાર વરસાદ

અરબી સમુદ્રમાં કરંટ આવતા વરસાદને (Rain In Gujarat) લઈને હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ (Unseasonal Rains) વ્યક્ત કરી છે. આ વરસાદને કારણે જૂનાગઢમાં પણ ખેડૂતોના પાકને નુકસાન પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

વરસાદને પગલે હવામાન વિભાગની આગાહી
વરસાદને પગલે હવામાન વિભાગની આગાહી

By

Published : Nov 7, 2021, 2:50 PM IST

  • આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં પડી શકે છે માવઠાનો વરસાદ
  • સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓમાં પડી શકે છે માવઠું
  • માવઠાના કારણે ઠંડીમાં વધારો અને કૃષિ જણસોને નુકસાનની શક્યતા

જૂનાગઢ : અતિભારે ચોમાસા (Rain In Gujarat) બાદ હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર માવઠાનો ખતરો ઉભો થયો છે, હવામાન વિભાગે પણ આગામી થોડા દિવસો દરમિયાન કમોસમી વરસાદ (Unseasonal Rains) પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

વરસાદને પગલે હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી

હવામાન વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી હતી કે, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓમાં આગામી દિવસોમાં માવઠું પડી શકે છે. અરબી સમુદ્રમાં વરસાદને લઈને એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેને પગલે જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં ફરી એક વખત ચોમાસા જેવું વાદળછાયુ વાતાવરણ પાછલા ૪૮ કલાકથી જોવા મળી રહ્યું છે. આથી, દિવસના તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં આકાર લઇ રહેલી વરસાદી સિસ્ટમને કારણે માવઠાનો વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ચોમાસાના અતિ ભારે વરસાદ બાદ હવે માવઠાનો ખતરો ઉભો થયો

જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે 120 ટકાની આસપાસ તમામ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે, ચોમાસુ પૂર્ણ થયાને હજી ગણતરીના દિવસો થયા છે, ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં માવઠા રૂપી વરસાદ પડે તેવું વાતાવરણ સર્જાયું છે. ચોમાસામાં પડેલા અતિભારે વરસાદને કારણે ખરીફ પાકને ભારે નુકસાન થયું હતુ, ત્યારે હવે રવી પાકનું વાવેતર થઈ ચૂકયું છે, આવી પરિસ્થિતિમાં માવઠાનો વરસાદ વધુ એક વખત રવી પાકોને નુકસાન પહોંચાડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details