ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાના વધતા કેસના કારણે નરસિંહ મહેતા યુનિવર્સિટીએ શરૂ કરેલી માનસિક સ્વાસ્થ્યની હેલ્પલાઈન સેવા લંબાવાઈ - Mental Health Helpline

કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિની અસર લોકોની માનસિકતા પર પડી રહી છે. ત્યારે જૂનાગઢમાં આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. હવે આ હેલ્પલાઈનની સેવા લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પહેલી વખત લગાવવામાં આવેલા લૉકડાઉનના સમયે જ આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, અત્યારે ફરી એક વાર કોરોનાના કેસ વધતા આ હેલ્પલાઈનની સેવા લંબાવવામાં આવી છે.

કોરોનાના વધતા કેસના કારણે નરસિંહ મહેતા યુનિવર્સિટીએ શરૂ કરેલી માનસિક સ્વાસ્થ્યની હેલ્પલાઈન સેવા લંબાવાઈ
કોરોનાના વધતા કેસના કારણે નરસિંહ મહેતા યુનિવર્સિટીએ શરૂ કરેલી માનસિક સ્વાસ્થ્યની હેલ્પલાઈન સેવા લંબાવાઈ

By

Published : Apr 21, 2021, 11:22 AM IST

  • યુનિવર્સિટીમાં 24 કલાક ટેલિફોનિક માનસિક આરોગ્ય હેલ્પલાઈન શરૂ કરી
  • યુનિવર્સિટીમાં 10 જેટલા નિષ્ણાતો લોકોને મદદ કરે છે
  • કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિની અસર લોકોની માનસિકતા પર પડી રહી છે

જૂનાગઢઃ વર્ષ 2020માં કોરોના સંક્રમણને કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. તે સમયે જૂનાગઢમાં આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કોરોનાના કાળમાં લોકો માનસિક સ્થિરતા જાળવી રાખે તેમજ તેના સ્તરમાં વધારો થઈ શકે તેવા ઉમદા આશય સાથે માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃવલસાડમાં કોરોના કાળ દરમિયાન ઘરેલુ હિંસાની ઘટના વધી

અત્યાર સુધી 5,000થી વધુ લોકોએ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો

આ હેલ્પલાઈનમાં જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારો અને ગામડાઓમાંથી અંદાજિત 5,000 કરતાં વધુ લોકોએ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો અને કોરોના કાળમાં માનસિક સ્થિતિ ડામાડોળ થતી કઈ રીતે અટકાવી શકાય તે માટેનું માર્ગદર્શન યુનિવર્સિટીના નિષ્ણાંત અધ્યાપકો પાસેથી મેળવ્યું હતું.

આ પણ વાંચોઃસુરતમાં AAP કાર્યકર્તાઓ કોરોના આઇસોલેશન વોર્ડમાં મદદ કરવા જોડાયા

કોરોનાના કેસ વધતા હેલ્પલાઈનની સેવા લંબાવવામાં આવી

બીજા તબક્કાનો કોરોના વાયરસ સતત ભયજનક રીતે આગળ વધી રહ્યું છે ત્યારે આવા સમયે નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઈન સેવા વધુ ચલાવવાનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટીના 10 જેટલા પ્રોફેસરો કોઈ પણ વ્યક્તિને રાઉન્ડ ધ ક્લોક માર્ગદર્શન પૂરું પાડશે, જેને લઈને કોઈ પણ વ્યક્તિ પ્રોફેસરનો ટેલિફોનિક સંપર્ક કરે આવી પરિસ્થિતિમાં કોઈ પણ વિચલિત થયેલી વ્યક્તિ અધ્યાપક સાથે વાતચીત કરીને પોતાને થઈ રહેલી અગવડતા અથવા તો માનસિક પરિતાપમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય તે અંગેનું માર્ગદર્શન મેળવી શકશે.

ABOUT THE AUTHOR

...view details