ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢમાં ઠાકોર કોળી સમાજની બેઠક મળી, કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને જાહેર કર્યું સમર્થન - પુંજા વંશને સમર્થન

રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં કોરોના વાઇરસની દહેશત વચ્ચે રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બની રહી છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોનું વર્તમાન સરકાર દ્વારા રાજીનામું અપાવવામાં આવી રહ્યું છે, તેવા આક્ષેપ સાથે મંગળવારે ઠાકોર કોળી સમાજની બેઠક જૂનાગઢમાં મળી હતી. આ બેઠક બાદ ઉનાના કોંગી ધારાસભ્ય પુંજા વંશને સમાજે સમર્થન આપ્યું હતું.

ETV BHARAT
જૂનાગઢમાં ઠાકોર કોળી સમાજની બેઠક મળી, કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને જાહેર કર્યું સમર્થન

By

Published : Jun 16, 2020, 8:33 PM IST

જૂનાગઢઃ રાજ્યસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગતિવિધિઓમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યસભાની ચૂંટણી આવતાની સાથે કોંગ્રેસના 3 ધારાસભ્યો રાજીનામું ધરીને લોકશાહીની પરંપરાને રાજકીય બનાવી રહ્યા છે. જેમાં સરકાર પણ પાછલા દરવાજેથી આવા ધારાસભ્યોને લોકશાહીનું હનન કરવા માટે મજબૂર કરતી હોવાનો આક્ષેપ ઠાકોર કોળી સમાજ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે જૂનાગઢમાં મંગળવારે ઠાકોર કોળી સમાજની બેઠક સર્કિટ હાઉસ ખાતે મળી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને સમાજે પોતાનુ સમર્થન આપ્યું હતું.

જૂનાગઢમાં ઠાકોર કોળી સમાજની બેઠક મળી

ગત કેટલાક દિવસોથી રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે, ત્યારે ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને પણ કેટલાક લોકો દ્વારા રાજ્યસભાની ચૂંટણીને લઈને ઓફર કરવામાં આવી હોવાનો આક્ષેપ તેમના સમર્થકોએ કર્યો હતો. જેમાં ધારાસભ્ય મક્કમ રહેતા હવે તેમને ઉના વિસ્તારમાં કેટલાક બનાવોમાં જોતરી દેવા માટે સરકાર પોલીસ પર દબાણ કરીને સમન્સ પાઠવી રહી છે. જેના વિરોધમાં મંગળવારે જૂનાગઢના સર્કિટ હાઉસ ખાતે ઠાકોર કોળી સમાજની બેઠક મળી હતી અને તેમાં પુંજા વંશને સમાજનું સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.

જૂનાગઢમાં ઠાકોર કોળી સમાજની બેઠક મળી, કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને જાહેર કર્યું સમર્થન

ABOUT THE AUTHOR

...view details