ગુજરાત

gujarat

ETV Bharat / city

ગિરનારની લીલી પરિક્રમાના આયોજનને લઇને ઉતારા મંડળ દ્વારા કરાઈ બેઠક - Gujarat News

કારતક સુદ અગિયારસના દિવસે શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમાને (Girnar Parikrama) લઈને ભવનાથ ઉતારા મંડળ દ્વારા બુધવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં આગામી પરિક્રમાને લઈને તૈયારીઓ કરવા સુધીની ચર્ચાઓ કરવામાં આવી હતી. કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે, આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર પૂર્ણ પણે પરિક્રમા કરવાની મંજૂરી આપે તેવી વાત પણ ઉતારા મંડળના અધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી. વધુમાં રાજ્ય સરકાર પૂર્ણ પરિક્રમાને મંજૂરી ન આપે તો ગત વર્ષની માફક આ વર્ષે પણ પ્રતિકાત્મક પરિક્રમાનું આયોજન ઉતારા મંડળ દ્વારા સરકારની પુર્વ મંજુરી મળ્યા બાદ કરવામાં આવશે તેવું મંડળના અધ્યક્ષ ભાવેશ વેકરીયાએ Etv Bharat સાથે કરેલી વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું.

Junagadh lili parikrama girnar
Junagadh lili parikrama girnar

By

Published : Oct 21, 2021, 9:19 AM IST

  • આગામી લીલી પરિક્રમાને લઈને ગિરનાર ઉતારા મંડળ દ્વારા યોજવામાં આવી બેઠક
  • આ બેઠકમાં આગામી ગિરનારની લીલી પરિક્રમાને લઈને કરાઈ ચર્ચાઓ
  • રાજ્ય સરકાર જે પ્રકારે મંજૂરી આપે તે મુજબ પરિક્રમા કરવાની ઉતારા મંડળે તૈયારી દર્શાવી

જૂનાગઢ: આગામી કારતક સુદ અગિયારસના દિવસે ગરવા ગિરનારની લીલી પરિક્રમા (Girnar Parikrama) ને લઈને ભવનાથ ઉતારા મંડળ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં આગામી લીલી પરિક્રમાને લઈને વિગતવાર ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી. પાછલા બે વર્ષથી કોરોના સંક્રમણ (Corona transition) ને કારણે ગિરનારની લીલી પરિક્રમા રદ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા લેવામાં આવ્યો હતો.

ગિરનારની લીલી પરિક્રમાના આયોજનને લઇને ઉતારા મંડળ દ્વારા કરાઈ બેઠક

આ પણ વાંચો:કોરોના સંક્રમણને કારણે રદ્દ કરવામાં આવેલી ગિરનારની લીલી પરિક્રમાના માર્ગો સુનાસમ જોવા મળ્યા

લીલી પરિક્રમાને લઈને ગિરનાર ઉતારા મંડળ કમર કસી રહ્યું છે

હવે આ વર્ષે કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં આગામી લીલી પરિક્રમા (Girnar Parikrama) ને લઈને ગિરનાર ઉતારા મંડળ કમર કસી રહ્યું છે. આજે અધ્યક્ષ ભાવેશ વેકરીયાની હાજરીમાં ઉતારા મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં આગામી લીલી પરિક્રમાને લઈને વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર જે પ્રકારે લીલી પરિક્રમાનું આયોજન કરે તેમાં સહભાગી થવાની પણ ઉતારા મંડળે તૈયારી દર્શાવી છે.

ગિરનારની લીલી પરિક્રમાના આયોજનને લઇને ઉતારા મંડળ દ્વારા કરાઈ બેઠક

આ પણ વાંચો: ઈટીવી ભારતના દર્શકો માટે લીલી પરિક્રમા માર્ગના ઘરે બેઠા દર્શન

ઉતારા મંડળના કાર્યકારી પ્રમુખ ભાવેશ વેકરીયાએ Etv Bharat સમક્ષ કરી વાતચીત

કારતક સુદ અગિયારસના દિવસે ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમા (Girnar Parikrama) શરૂ થઈ રહી છે, જેને ધ્યાને રાખીને ઉતારા મંડળ અને જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને પરિક્રમાના આયોજનને લઇને ચર્ચા વિચારણા કરશે. ગત વર્ષે કોરોના સંક્રમણને કારણે ગિરનારની લીલી પરિક્રમા રદ કરવામાં આવી હતી પરંતુ ધાર્મિક પરંપરા જળવાઈ રહે તેવા હેતુસર ઉતારા મંડળના 25 સદસ્યોને પ્રતિકાત્મક પરિક્રમાં કરવાની મંજૂરી સરકાર (Govt) દ્વારા આપવામાં આવી હતી. તે મુજબ પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ કરવામાં આવી હતી.

ગિરનારની લીલી પરિક્રમાના આયોજનને લઇને ઉતારા મંડળ દ્વારા કરાઈ બેઠક

સરકાર મંજુરી ન આપે તો ગત વર્ષની જેમ પ્રતિકાત્મક પરિક્રમા કરાશે

ચાલુ વર્ષે કોરોનનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. જો રાજ્ય સરકાર પૂર્ણ પરિક્રમા (Girnar Parikrama) ને મંજૂરી આપશે તો ઉતારા મંડળ પણ તેમાં સહભાગી બનશે. નહીંતર ગત વર્ષની માફક આ વર્ષે પણ પ્રતિકાત્મક પરિક્રમા દ્વારા ધાર્મિક પરંપરાને પૂર્ણ કરવાની વિધિ ઉતારા મંડળ અને તેમના સદસ્યો દ્વારા પૂર્ણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details